કોરોના ને લગતા અનેક પ્રશ્ન ના જવાબ, 'ઓલ ઇન્ડિયા રેડિયો' દ્વારા જણાવવા માં આવ્યા


લોકોના મન માં કોરોના ને લગતા ઘણા પ્રશ્નો થતા હશે. ચાલો જાણીએ તેમના થોડાક જવાબ. શું લીમડાનાં પાન ખાવાથી કોરોનાનો ચેપ અટકાવી શકાય? શું સિગારેટના ધૂમ્રપાનથી પણ વાઇરસનું જોખમ છે? અને મલેરિયાની સસ્તી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનનું સેવન કોણ કરી શકે? કોરોના સાથે જોડાયેલા આવા અનેક પ્રશ્નોના જવાબ ‘ઓલ ઇન્ડિયા રેડિયો’એ ટ્વિટર પર જણાવ્યા છે.

શું હાઇડ્રોક્સીક્લોરોક્વીન લઇને વાઇરસથી બચી શકાય?

અત્યારે હાઈડ્રોક્સિક્લોરોક્વીનનો પ્રયોગ કોરોનાના ચેપના ઉપચાર માટે કરવામાંઆવી રહ્યો છે. સરકારના નિર્દેશ મુજબ, એવા ડોકટરો કે જે કોવિડ-19ની સારવાર કરી રહ્યા છે, જરૂર પડે ત્યારે તેઓ જ આ દવાઓ આપી શકે છે. ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે, હાઇડ્રોક્સાઇક્લોરોક્વીન લેવાથી કોરોના વાઇરસ ચેપ લાગવાથી બચી જવાશે. પરંતુ ધ્યાન રાખો કે આવું કરવાથી ખરાબ અસર પડી શકે છે. તબીબી સલાહ વગર આ દવા ન લો.

શું સિગારેટના ધૂમાડાથી પણ વાઇરસનું જોખમ છે?

કોરોના વાઇરસ ચેપ સિગારેટના ધૂમાડાથી ફેલાતો નથી, પરંતુ ધૂમાડો ફેફસાંને વધુ ખરાબ કરે છે. જો કોઈ વધુ સિગારેટ પીવે છે તો તેના ફેફસાં નબળા પડી જશે અને આવા લોકોને વાઇરસનો ચેપ લાગવાનું જોખમ વધારે રહે છે. જે માણસ કોઇપણ પ્રકારનું ધૂમ્રપાન કરતું હોય તેમનામાં ચેપ ઝડપથી ફેલાય છે.

જો કોરોના વાઇરસની દવા નથી શોધાઈ તો લોકો સાજા કેવી રીતે થઈ રહ્યા છે?

જી હા, અત્યારે વાઇરસની કી દવા નથી. અત્યારે વિવિધ લક્ષણો અનુસાર દવાઓ આપવામાં આવી રહી છે. વાઇરસથી સંક્રમિત મોટાભાગના દર્દીઓ સ્વયં સ્વસ્થ થઈ જાય છે. તેથી હાલમાં ફક્ત એક જ દવા છે કે ઘરે જ રહો અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો.


શું લીમડાનાં પાન ખાવાથી કોરોના વાઇરસથી બચી શકાય?

વિવિધ રોગોથી બચવા માટે આયુર્વેદમાં અને વસ્તુઓ આરોગવાનું કહેવામાં આવી રહ્યુંછે. પરંતુ કોરોના વાઇરસથી બચવામાં આ કેટલી અસરકારક છે તે તો રિસર્ચ પછી જ બહાર આવશે. અત્યારે આ અંગે કોઈ પુરાવા નથી.

ચલણી નોટ અને સિક્કા પર વાઇરસ કેટલા દિવસ સુધી જીવંત રહે છે?

કોરોના વાઇરસ 190 દેશોમાં ફેલાઈ ગયો છે. પરંતુ હજી સુધી તે ખાદ્ય ચીજો અને ચલણી નોટો દ્વારા ફેલાયો હોવાનું જાણવા મળ્યું નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે તેનાતી બચવાની સલાહ આપવામાં આવે છે. ઓનલાઇન ચૂકવણી એ એક સારો વિકલ્પ છે. જો પેમેન્ટ ચલણી નોટથી જ કરવું હોય તો પછી તેને સીધા વોલેટ અથવા પર્સમાં રાખવાને બદલે તેને એક અલગ બોક્સમાં રાખો. દુકાનદાર પાસેથી પૈસા લેતી વખતે પણ તેને ડાયરેક્ટ બોક્સમાં જ મૂકો. ઘરે આવ્યા પછી હાથ ધૂઓ. જો શક્ય હોય તો સેનિટાઈઝર તમારી સાથે રાખો. પૈસા લેતા પહેલાં સેનિટાઇઝર હાથમાં લગાવી દો.

વાઇરસ હાથ પર કેટલા સમય સુધી એક્ટિવ રહે છે?

વાઇરસ હાથ પર કેટલા સમય સુધી જીવંત રહેશે એ વિશે હજી સુધી કોઈ રિસર્ચમાં જાણવા નથી મળ્યું. પરંતુ એવું માનવામાં આવે છે કે તે 4થી 5 કલાક જીવંત રહી શકે છે. આ સમય દરમિયાન આપણા હાથને મોં અને નાકની નજીક ન લઈ જવા જોઈએ. પરંતુ આ કરવું બહુ મુશ્કેલ છે. તેથી, જો તમે બહારથી આવો એટલે તરત જ સાબુથી હાથ ધોઈ લો.

શું ઘરની અંદર માસ્ક પહેરવું જરૂરી છે?

જો તમે ઘરની અંદર હો અને કુટુંબના કોઈ પણ સભ્યને ચેપ ન લાગ્યો હોય તો પછી માસ્ક લગાવવાની જરૂર નથી, પરંતુ જો તમે બહાર જાઓ, તો માસ્ક અવશ્ય પહેરો.


શું આપણે એકબીજાના માસ્કનો ઉપયોગ કરી શકીએ?

ના, આ બિલકુલ ના કરો. ઘરમાં રહેતા સભ્યો એકબીજાના માસ્કનો ઉપયોગ ન કરે. અત્યારે ચેપ ફેલાઈ રહ્યો છે એટલે પરંતુ સામાન્ય દિવસોમાં પણ એકબીજાના રૂમાલ અથવા ટોવેલનો ઉપયોગ કરવાનું ટાળવું. જો ઘરમાં પૂરતા માસ્ક ન હોય તો રૂમાલથી નાક અને મોં કવર કરી દો. જો કે, રૂમાલનું સ્તર જાડું હોય એ ધ્યાન રાખવું.

જે લોકો કોરોનાના ચેપ પછી સાજા થઈ ગયા હોય તેમણે શું સાવચેતી રાખવી જોઇએ?

જેઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચી ગયા છે તેમણે પણ એટલી જ સાવચેતી રાખવાની છે જે બીજા લોકો રાખી રહ્યા છે. હજી પણ લોકડાઉન ચાલુ છે. જેનો અર્થ છે કે, હજી પણ બહાર જોખમ રહેલું છે. તેથી એવું ન વિચારો કે તમે દવાઓ લીધી છે એટલે તમને ચેપ નહીં લાગે..

Post a comment

0 Comments