લોકડાઉન માં આ રીતે મોજ કરતા દેખાયા ઇટાલિયનો, પોતાની બાલ્કની માં આ રીતે કરી પાર્ટી


સતત તાણ અને ટેન્શનના માહોલમાં એકબીજાની હૂંફ બહુ જ મહત્વની હોય છે. જોકે કોરોનાએ સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે લોકોને ઘરમાં બેસાડી દીધા છે. ચોમેર કોરોનાના કાળા કેર વચ્ચે પણ ઇટલીના લોકો સતત પોતાનો સ્પિરિટ જાળવી રાખવા મથે છે. પોતપોતાની બાલ્કનીમાંથી ક્વિઝ રમવી, ટેનિસ રમવું કે પછી સાથે ગીતો ગાવાં જેવી ઍક્ટિવિટી પછી હવે કેટલાક લોકોએ વાઇન-પાર્ટી કરી છે અને એ પણ સોશ્યલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોને જાળવીને.

ફેસબુક પર મોરો રિસિગ્લિનાઓ નામના યુઝરે શૅર કરેલા વિડિયોમાં એક અપાર્ટમેન્ટના પાડોશીઓ બાલ્કનીમાં ઊભાં-ઊભાં વાઇન-પાર્ટી માણતા જોવા મળે છે. વિડિયોમાં લગભગ 10-12 પાડોશીઓ પોતપોતાના ઘરની બાલ્કનીમાં ઊભા દેખાય છે. તેમના હાથમાં લાંબી લાકડીઓ સાથે બાંધેલા વાઇનના ગ્લાસ છે. એ લાકડીઓ લંબાવીને બધા ચિયર્સ કરે છે અને ગ્લાસ પાછા પોતાની તરફ ખેંચીને વાઇન પીતાં-પીતાં હસીખુશીની વાતો કરે છે. એ વિડિયો 2.95 લાખ યુઝર્સે શૅર કર્યો છે અને 69 લાખ લોકોએ જોયો છે.

Post a comment

0 Comments