કોન્સ્ટેબલ એ લગાવી યુક્તિ અને આપી આ રીતે ચેતવણી, તોડ દેંગે શરીર કા કોના-કોના મગર હોને નહીં દેંગે કોરોના


રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા કેસને અટકાવવા માટે પોલીસ વિભાગ ખડે પગે ફરજ નિભાવી રહ્યો છે. લોકો કામ વગર રસ્તા પર બહાર નીકળાય નહીં એ માટે પોલીસ કર્મચારીઓ આગ ઝરતી ગરમી 12 કલાક ખડેપગે રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ અલગ-અલગ બહાનુ બનાવીને રસ્તા પર નીકળે છે, તો પોલીસ દ્વારા તેમના પર કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે સુરતના પોલીસ કોન્સ્ટેબલ પોતાના અલગ જ અંદાજમાં લોકોને ઘરની બહાર નહીં નીકળવાની સૂચના આપતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસકર્મી રાતોરાત ફેમસ થઇ ગયો છે. આ વીડિયોના કારણે સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સમાં પણ વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં થોડા દિવસ પહેલા ભીડ એકઠી થઈ હતી. ઉધના વિસ્તાર પરપ્રાંતિયોનો હોવાના કારણે ઉધનામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણ પાટીલ લોકો PCR પર પથ્થરમારો ન કરે તે માટે PCRમાં લગાડેલા માઈકમાં પોતાના મોબાઈલ પર વીડિયો શૂટિંગ ચાલુ રાખીને એક એલાન કર્યું હતું. જેમાં તેને કહ્યું હતું કે,' કોઈ ઘર સે બહાર નિકલેંગા નહીં તોડ દેંગે તુમ્હારે શરીર કોના-કોના મગર હોને નહીં હોને દેંગે તુમકો કોરોના, એ મેં આપ કે અચ્છે કે લિયે બોલ રહા હું.'


પ્રવીણ પાટીલે ત્યારબાદ આ વીડિયો વોટ્સએપ સ્ટેટસ પર મૂક્યો હતો અને ત્યારબાદ આ વીડિયો ફેસબુક અને ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યો છે. તેમના 20 હજાર કરતાં વધારે ફોલોઅર્સ ચૂક્યા છે. પ્રવિણ પટેલના વીડિયોને દિલ્હીના આપના નેતા પ્રવીણ સિંઘે અને ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી સહિતના અન્ય લોકોએ નિહાળ્યો છે અને તેઓ પ્રવીણ પાટીલની પ્રશંસા કરી રહ્યા છે.

આ બાબતે કોન્સટેબલ પ્રવીણ પાટીલે જણાવ્યું હતું કે, મારા પર મેસેજ આવ્યો હતો કે, ઉધના વિસ્તારના ભીમનગર વિસ્તારમાં ભીડ એકઠી થઇ છે.જો કે આ વિસ્તારમાં પરપ્રાંતિયોની વસ્તી વધારે હોવાના કારણે ઓછા સ્ટાફથી કઈ થાય તેમ નહોતું. તેથી PCRમાં લગાડેલા માઇકથી મેં ફિલ્મી સ્ટાઇલથી બોલીને લોકોને ગભરાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થશે તેની મને ખબર નહોતી.

Post a comment

0 Comments