જૂનાગઢના ભવનાથમાં આજથી ભજન, ભોજન અને ભક્તિનો મેળો


જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો આજ તા. 17 ફેબ્રુ.થી શરૂ થઇ રહ્યો છે. ભજન, ભોજન અને ભક્તિના આ મેળામાં આવનાર તમામ ઉતારા મંડળો, અન્નક્ષેત્રો, કાર્યકરો, અખાડાના સાધુ-સંતો, જેમને ફરજ સોંપાઇ છે એવા તંત્રના કર્મચારીઅો, પોલીસોની પોતપોતાની તૈયારીઓ દિવસોથી આરંભાઇ ગઇ છે. ભવનાથના મેળામાં આવનાર ઘણા ભાવિકોને ભજન, ભોજન અને ભક્તિની ખોજ હોય છે. લોકો ભક્તિ માટે વિવિધ અખાડાઓમાં દેશભરમાંથી પધારેલા સંતો, સિદ્ધો પાસે જાય છે.

કૃષ્ણ અને રૂક્ષ્મણિજીના વિવાહ પ્રસંગનો

તેઓ સાથે સત્સંગ કરે છે. ભોજન માટે ઉતારા, અન્નક્ષેત્રોમાં વ્યવસ્થા હોય છે. અને રાત્રે યોજાતા સંતવાણી, ભજનના કાર્યક્રમોમાં બેસી મનને ભક્તિમાં લીન કરી દે છે. આ અંગે પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં 3 મેળા મુખ્ય છે. માધવપુરનો મેળો ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણિજીના વિવાહ પ્રસંગનો છે. તરણેતરના મેળામાં ભાતીગળ લોકસંસ્કૃતિની ઝલક જોવા મળે છે. જ્યારે ભવનાથના મેળામાં આધ્યાત્મિકતાનો સંગમ સર્જાય છે. અહીં આવતા લોકો પૈકી બધા રામાયણ, શ્રીમદ્ભાગવદ્ગીતા, ભાગવત, જેવા ગ્રંથો ન પણ વાંચતા હોય. પણ ભજનમાં એ બધાનો સાર મળી જાય છે.

Post a comment

0 Comments