સૌરાષ્ટ્રમાં પતિએ પોતાની પત્નીની યાદમાં બનાવ્યું મંદિર, દરરોજ કરે છે પૂજા-આરતી


પ્રેમની અભિવ્યક્તિનો દિવસ એટલે વેલેન્ટાઈન્સ ડે. જે દિવસે અનેક લોકો પોતાની રીતે પોતાની ગમતી વ્યક્તિને પ્રેમ સ્વીકૃતિ માટે કહે છે. પરંતુ, દેખા-દેખી અને ખોટા ભપકા કરતા સાચો પ્રેમ અને લાગણીનીને વાસ્તવિકતા આપનારા લોકો પણ હોય છે. સૌરાષ્ટ્રના વઢવાણમાંથી આવી જ એક કિસ્સો સામે આવ્યો છે. વઢવાણ તાલુકાના ખધેલી ગામ પાસે એક પતિએ પોતાની પ્રેમિકા પત્નીની યાદમાં એક પ્રેમ મંદિર બનાવ્યું છે. જ્યાં દરરોજ પૂજા અર્ચના અને આરતી થાય છે. વઢવાણ નજીક આવેલા ખોડું ગામમાં લાલારામભાઈ દાતણ વેચીને પોતાનું ગુજરાત ચલાવતા હતા.

લાલારામભાઈ ભોજવિયા આર્થિક રીતે સદ્ધરથવા માટે પત્ની લલિતાબેન સાથે દિલ્હી ગયા હતા. જ્યાં નસીબે સાથ આપતા જૂની અને એન્ટિક વસ્તુઓનો વેપાર શરૂ કર્યો. લલિતાબેન બીમાર પડ્યા અને બીમારી બાદ તેનું અવસાન થયું. પત્નીની યાદીગીરી માટે કંઈક કરી છૂટવા માટે તેમણે દૂધરેજના નગરાગામમાં 4 એકર જમીન પર 15 વર્ષ પહેલા રૂ.2 કરોડના ખર્ચે પત્નીની યાદમાં એક વદ્ધાશ્રમ બનાવ્યો. જ્યાં એક મંદિર બનાવ્યું જેમાં લલિતાબેનની એક પ્રતીમા છે. જેની દરરોજ પૂજા થાય છે. લાલારામ ભાઈ અને લલિતાબેન પાંડવરા ગામમાં સાથે રહેતા હતા. ત્રણ દીકરા-દીકરી વચ્ચે જીંદગીની સેકન્ડ ઈનિંગ્સમાં પત્ની સાથે ન રહી હોવાનો અફસોસ છે.

લલિતાબેનના શબ્દોને સાચા પડવા લાલારામભાઈએ ખૂબ મહેનત કરી. લલિતાબેન કહેતા કે, કંઈક એવું કરો કે મને અને તમને કોઈ યાદ કરે. લાલારામભાઈ કહે છે કે, અત્યારે વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધો રહે છે અને એમને નિયમિત પણે ભોજન પણ મળી રહે છે. જ્યારે હું આ દુનિયામાં નહીં હોવ ત્યારે પણ આ સેવાકીય પ્રવૃતિ લોકોને ઉપયોગી નીવડશે. હાલમા લાલારામભાઈ 65 વર્ષના છે અને બીજા વૃદ્ધોની સેવા કરે છે. લાલારામભાઈ દર વર્ષે 14મી ફેબ્રુઆરીને સેલિબ્રેટ કરે છે અને પત્નીને યાદ કરે છે. લોકો યાદ કરે એ હેતું થી હજુ પણ ગામના બીજા વૃદ્ધોની સેવા કરી રહ્યા છે.

Post a comment

0 Comments