અચાનક PM મોદી પહોંચ્યા અહીં, દુકાનદાર એ કહ્યું કે...


લઘુમતી કાર્ય મંત્રાલય તરફથી આયોજિત ‘હુનર હાટ’માં પીએમ નરેન્દ્ર મોદી અચાનક પહોંચ્યા. ‘હુનર હાટ’માં આવેલા પીએમ મોદીએ અહીં લિટ્ટી-ચોખાનો સ્વાદ માણ્યો. આ માટે પીએમ મોદીએ ખુદ ચુકવણી કરી. પીએમ મોદીએ લગભગ દોઢ વાગ્યે ઇન્ડિયા ગેટની નજીક રાજપથ પર લાગેલા ‘હુનર હાટ’માં પહોંચ્યા અને ત્યાં લગભગ 50 મિનિટ સુધી રહ્યા. મોદીએ અલગ અલગ સ્ટૉલ પર જઇને વસ્તુઓ જોઇએ અને તેના વિશે જાણકારી મેળવી. પ્રધાનમંત્રી પહેલીવાર કોઈ હુનર હાટ પહોંચ્યા.

દુકાનદારને પુછ્યું – કેવી રીતે બને છે લિટ્ટી ચોખા?

‘હુનર હાટ’માં ફરતા પીએમ મોદી લિટ્ટી ચોખાવાળા સ્ટોલ પર ગયા અને તેમણે દુકાનદાર રંજન રાય સાથે વાત કરી. દુકાનદાર રંજન રાયે કહ્યું કે, “પ્રધાનમંત્રી મોદીજીએ મને પુછ્યું કે આ કેવી રીતે બને છે. મે તેમને જણાવ્યું કે ચણાનાં સત્તુ, મરચા, લસણ અને હળદર નાંખીને આ બનાવવામાં આવે છે.”


‘હુનર હાટ’ 13 ફેબ્રુઆરી 2020 સુધી આયોજિત કરવામાં આવ્યું 

અહીં ફરતા પીએમ મોદીએ અનારસા પર ખાધા. લિટ્ટી ચોખા ખાધા પછી પીએમ મોદીએ કહ્યું કે, “આ ખાવામાં ઘણું સારું લાગ્યું, આ ઘણું સ્વાદિષ્ટ છે. હું જ્યારે પણ બિહાર જઉં છું તો લિટ્ટી ચોખા જરૂર ખઉં છું.” ઉલ્લેખનીય છે કે ‘કૌશલ કો કામ’ થીમ પર આધારિત ‘હુનર હાટ’ 13 ફેબ્રુઆરી 2020 સુધી આયોજિત કરવામાં આવ્યું છે, જ્યાં દેશભરનાં હુનરનાં ઉસ્તાદ, શિલ્પકારો ભાગ લઇ રહ્યા છે.

આમાં 50 ટકાથી વધારે મહિલાઓ સામેલ છે. તો અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું કહેવું છે કે છેલ્લા લગભગ 3 વર્ષોમાં ‘હુનર હાટ’નાં માધ્યમથી લગભગ 3 લાખ કારીગરો, શિલ્પકારોને રોજગાર અને રોજગારનાં અવસર ઉપલબ્ધ કરાવ્યા છે. આમાં મોટી સંખ્યામાં દેશભરની મહિલા કારીગરો પણ સામેલ છે.

Post a comment

0 Comments