ગજબ ની લખી કંકોત્રી, ગુજરાત ના યુગલે કરી અનોખી શરૂવાત તમે પણ કહેશો વાહ...


સામાન્ય રીતે સૌરાષ્ટ માં એક ગુજરાતી લગ્ન ત ફેમસ છે કે કેસર છાંટી કંકોતરી મોકલી. પરંતુ અમરેલી જીલ્લાના નાના એવા ગામડા ગામ ગાધકડાના યુવાને કેસર છાંટી કંકોતરી મોકલવાના બદલે સરકારી યોજનાઓ છાપી કંકોત્રી લોકોને પહોચાડી છે લગ્નની કંકોત્રી લખવાથી માંડીને દીકરી વિદાય અને ગૃહલક્ષ્મીનું ઘરમાં આગમન થાય ત્યાં સુધીની તમામ પરંપરાઓ ખૂબ જ માર્મિક અને નવયુગલના જીવનના મૂળ સાથે જોડાયેલી છે.

લગ્ન કંકોત્રી તૈયાર કરી એક અનોખી પહેલ

વરરાજાએ કંકંત્રીમાં લખી સરકારી યોજનાની યાદી પરંતુ જયારે આ પરંપરાઓની સાથે સાથે પોતાની સામાજિક જવાબદારીને સમજી નવયુવાનો કંઈક અલગ કરે ત્યારે સમાજ આવા પ્રયત્નોને બિરદાવે છે. વાત છે સાવરકુંડલા તાલુકાના નાનકડા એવા ગાધકડા ગામની. આગામી ૯ ફેબ્રુઆરીના પ્રભુતામાં પગલાં માંડનાર સંકેત સાવલિયાએ વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપતી લગ્ન કંકોત્રી તૈયાર કરી એક અનોખી પહેલ કરી છે.

લગ્ન કંકોત્રીમાં આપી અનોખી માહિતી


અમદાવાદ આઈ આઈ એમમાં નોકરી કરતા આ યુવાન પોતાની લગ્ન કંકોત્રી વિશે વધુ વાત કરતા સંકેત સાવલીયાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ માટે અસંખ્ય યોજનાઓ અમલી છે પરંતુ નાના નાના ગામડાઓમાં અશિક્ષિત વર્ગ સુધી આવી યોજનાઓ કેટલાય કારણોસર પહોંચી શકતી નથી. અમારા માતા-પિતા સંપૂર્ણપણે અશિક્ષિત હોવાથી એમની તકલીફોથી સંપૂર્ણપણે વાકેફ છીએ. એમને પડતી મુશ્કેલીઓએ મને શિક્ષણ અને સમાજમાં કંઈક યોગદાન આપવાની પ્રેરણા આપી છે. મારી લગ્ન કંકોત્રી મારા શિક્ષક મિત્રોએ ફેસબુક, વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયા મારફતે શેર કરી હોવાથી આજે અસંખ્ય લોકો સુધી પહોંચી ચુકી છે. જો આ કંકોત્રી બધા લોકોમાંથી માત્ર ૧૦% લોકોને કંઈ મદદરૂપ થશે તો હું મારા પ્રયત્નોને સફળ માનીશ.


સંકેત સાવલીયા માતા સાથે સમાજ કાર્યમાં માસ્ટર ડિગ્રી મેળવી રહ્યા છે

સંકેત સાવલિયાએ પ્રાથમિક શાળામાં અભ્યાસ મેળવી અમદાવાદથી બી. કોમ અને એમ. કોમ કર્યું છે અને અત્યારે સમાજ કાર્યમાં માસ્ટર ડિગ્રી મેળવી રહ્યા છે. સાથે સાથે સંકેત હાલ ગુજરાતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા આઈ.આઈ.એમ.ની એજ્યુકેશનલ ઇનોવેશન બેંકમાં પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ એસોસિએટ તરીકે કામ કરી રહ્યા છે. પોતાના કામને લીધે એમને અવાર નવાર શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય કરતી શાળાઓ તેમજ શિક્ષણ સંસ્થાનોની મુલાકાત લેવાની રહે છે.

સંકેત સાવલીયા માતા-પિતા સાથે કંકોત્રીમાં આપી સરકારી યોજનાઓની માહિતી

આ લગ્ન કંકોત્રીમાં સંકેત સાવલીયાએ માં અમૃતમ યોજના, માં વાત્સલ્ય યોજના, શૈક્ષણિક અભ્યાસ યોજના, વિદેશ અભ્યાસ લોન માટેની યોજના, ભોજન બિલ સહાય, વિવિધ ઉચ્ચ અભ્યાસ માટેની કોચિંગ સહાય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ સહાય અંગેની તમામ વિગતો આવરી લીધી છે તેમજ ધોરણ ૧૦ અને ૧૨ પછીના અભ્યાસ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું છે.વધુમાં એમણે રોજિંદા જીવનમાં ઉપયોગી એવા આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ જેવા તમામ કાર્ડ કઢાવવાની લિંક પણ મૂકી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ કાર્ય કરતી શાળાઓના શ્રેષ્ઠ ઉદાહરણોની તસવીરો સહીતની સંપૂર્ણ માહિતી પણ ખુબ જ રસપ્રદ રીતે પુરી પાડી છે.

Post a comment

0 Comments