તંબાકુ ની આ આદત છોડવા માટે અજમાવો આ ઘરેલું ઉપાય એક મહિનામાં છૂટી જશે આ આદત


 • તમાકુનું સેવન કરવું જે સ્વાથ્ય માટે હાનિકારક હોય છે અને તેમને ખાવાથી ઘણાં પ્રકારની બીમારીઓ થઈ જતી હોય છે. જે લોકો વધુ પડતું તમાકુનું સેવન કરતા હોય છે તેમને મોઢાનું કેન્સર થવાનો ખતરો વધુ રહે છે. તંબાકુ એક નશાની જેમ જ હોય છે જેમને છોડવું ખૂબ જ મુશ્કેલ હોય છે.
 • જે લોકો તમાકુ નું સેવન કરતા હોય છે તેમને તેમની ખરાબ આદત થઈ જતી હોય છે. જો તમને પણ તમાકુ ખાવાની આદત છે. તો તમે પણ તેમને ખુબ જ સરળતાથી છોડી શકો છો. તમાકુ છોડવા માટે નીચે બતાવેલા થોડા ઉપાયો જરૂરથી કરો. આ ઘરેલુ ઉપાય કરવાથી તમાકુની લત ઘણી જ સરળતાથી છૂટી શકે છે.
 • વરિયાળી અને ખાંડ

 • તંબાકુ જ્યારે ખાવાનું મન થાય ત્યારે તમે તેમની જગ્યાએ વરિયાળી અને ખાંડ ખાઈ શકો છો. વરિયાળી અને ખાંડ ના પાવડરને એક સાથે ખાવાથી તમાકુની લત ધીમે ધીમે છૂટી જશે. ઘણા લોકોને તંબાકુ તેમજ ગુટખા ચાવવાની આદત હોય છે અને આ આદતને છોડવા માટે તમે વરિયાળી અને ખાંડના પાવડર ની મદદ લઇ શકો છો. વરિયાળી અને ખાંડ ચાવવાથી તમાકુ ખાવાની લત ધીમે-ધીમે ઓછી થઈ જશે.
 • આમળા

 • આમળાનો સુકાઈ ગયેલો પાઉડર ખાવાથી તમાકુની આદત ઉપર કાબૂ મેળવી શકાય છે. આમળાની જેમ જ અજમા માં લીંબુનો રસ નાખીને ખાવામાં આવે તો તમાકુની આદત સંપૂર્ણ રીતે છૂટી જાય છે. તમે એક ચમચી અજમાને તવા ઉપર શેકીને અને તેને પીસીને પાવડર તૈયાર કરી લો. ત્યારબાદ પાવડરમાં લીંબુનો રસ મેળવીને અને તેને જે રીતે ગુટખા અથવા તો તમાકુ ખાવ છો તે રીતે ખાઈ શકો છો.
 • કેવડા

 • ઘણા લોકોને તમાકુની ગંધ પસંદ હોય છે અને તેના ગંધના કારણથી તે લોકો તેમનું સેવન કરતા હોય છે. જે લોકોને પણ તંબાકુ ગુટખા સુંઘવાની આદત હોય તો તમે કેવડા, ગુલાબ અથવા તો કોઈ પણ બીજા પ્રકારનું અંતર ને સુંઘવા ની આદત રાખી લો. તેને થોડું થોડું સૂંઘવાથી તમાકુ ખાવાનું મન નહીં થાય અને તેમના ગંધથી તમને પણ નફરત આવી જશે.
 • ચવિંગમ

 • તંબાકુ ચાવવાથી આદતથી પરેશાન લોકોએ ચવિંગમ ચાવવું જોઈએ. ચિંગમ ચાવવાથી તમાકુની આદત છોડી શકાય છે એટલા માટે જ્યારે પણ તમારું મન તમાકુ ખાવાનું કરે તો તમે ચિંગંબ ચાવી શકો છો.
 • રાખો આ વસ્તુનું ધ્યાન

 • જે લોકો તમાકુ નું સેવન છોડે છે તેમને થોડાક સમય સુધી માથાનો દુખાવો, નીંદર ન આવી અને બેચેની જેવી સમસ્યા થઈ શકે છે. આ બધી સમસ્યા માણસને કમજોર બનાવી દે છે અને વ્યક્તિ તેમની આગળ હાર માનીને તમાકુનું સેવન ફરીથી શરૂ કરી દે છે. એટલા માટે જ્યારે પણ તમે તમાકુ છોડો છો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પોતાની ઇચ્છા શક્તિને કમજોર પડવા ન દો અને ભલે ગમે એટલી મુશ્કેલી આવે પણ તમાકુનું સેવન ફરીથી ન કરો.

 • તમાકુ છોડયા પછી દુખાવો રહેવો, નીંદર ન આવવી, બેચેની થવી આવી સમસ્યા થવા ઉપર યોગા જરૂરથી કરો અને ધ્યાન લગાવો આવું કરવાથી આ સમસ્યાઓથી મુક્તિ મળી શકશે અને તમાકુની લત હંમેશા માટે પૂર્ણ થઇ જશે.
 • તમાકુ છોડયા પછી તમારું ધ્યાન કોઈ ને કોઈ વસ્તુ ઉપર જરૂરથી લગાવો અને ખુદને વ્યસ્ત રાખવાની કોશિશ કરો. આવું કરવાથી તમાકુનું તરફ ધ્યાન નહીં જાય ને તેમને ખાવાનું મન પણ નહીં થાય.
 • યાદ રાખો કે તમારી ઈચ્છા શક્તિ જેટલી મજબૂત થશે તેટલી જલ્દી તમે તમાકુની આદત છોડી શકશો કેમકે ઇચ્છાશક્તિ ના દમ ઉપર કંઈ પણ કરી શકાય છે.

Post a comment

0 Comments