આ રીતે પણ બને છે દૂધ, કેમિકલ અને શેમ્પુથી બનતા દૂધ નો ગોરખધંધો


અત્યાર સુધી આપણે દૂધમાં પાણીની ભેળસેળ થતી હોય છે, તેવું તો સાંભળ્યું હતું પણ મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં ભેળસેળનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેને જોઈ તમે ચોંકી જશો કે, આવું પણ થઈ શકે છે !

નકલી દૂધ બનાવવાનો સામાન જપ્ત


ભિંડ જિલ્લામાં ડેરી પ્લાંટમાં દરોડા પાડતા જાણવા મળ્યું હતું કે, દૂધમાં ડિટર્ઝેંટ, યૂરિયા હાઈડ્રોઝન, લૂબ્રિકેંટ, ક્રિપ્ટો ઓયલ જેવા ખતરનાક રાસાયણિક પદાર્થો ભેળવવામાં આવે છે.પોલીસ અને પ્રશાસને ડેરીમાં મોટી માત્રામાં નકલી દૂધની સામગ્ર જપ્ત કરી છે. જેમાં અનેક બોરીઓમાં પાઉડર, સિંથેટિક દૂધ બનાવવાનો 300 લીટર કેમિકલ સહિત ભેળસેળવાળું દૂધ બનાવવાની અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.

જિલ્લા પ્રશાસન અને પોલીસની મળેલી માહિતી મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભિંડના કૂપ વિસ્તારના રામનગરમાં આવેલી એક ડેરીમાં લાંબા સમયથી નકલી દૂધ બનાવવાનો ધંધો ચાલી રહ્યો હતો, જેની કોઈને પણ જાણ સુધ્ધા નહોતી. જેનો આજે ભાંડાફોળ થયો છે.

Post a comment

0 Comments