ટ્રમ્પ ની મુલાકાત પહેલા આ રીતે શણગારવામાં આવ્યું અમદાવાદ, ઝગમગી ઉઠિયો સુભાષ બ્રિજ


ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ પ્રથમવાર ભારત આવી રહ્યા છે. દુનિયાના સૌથી સુપરપાવર લોકતંત્ર અને દુનિયાની સૌથી મોટી લોકશાહીની દોસ્તીને દુનિયા જોઈ રહી છે. 24 અને 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની આ દોસ્તી નવી સિદ્ધિના આસમાનને સ્પર્શવા જઈ રહી છે. આ દરમિયાન 24 ફેબ્રુઆરીએ જગત જમાદાર ડોલાન્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે.

આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પ રોડ શો કરવાના છે. જેને લઇ અમદાવાદ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ટ્રમ્પ અને મોદીના રોડ શોને લઇ શહેરને સોળે શણગાર કરવામાં આવ્યાં છે. રોડ શોના તમામ રૂટને દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સુભાષ બ્રીજ રંગબેરંગી લાઈટોથી ઝળહળી રહ્યો છે. રંગબેરંગી લાઇટની રોશનીથી બ્રીજ ઝળહળી રહ્યો છે. એટલું જ નહીં બ્રીજ પર મોદી અને ટ્રમ્પના મોટા સ્ટેન્ડ લગાવાયા છે અને સ્ટેજ પણ બનાવવામાં આવ્યાં છે.

ટ્રમ્પના પ્રવાસ દરમિયાન સાંસ્કૃતિક ઝાંખીઆ દરમિયાન સાસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પને આવકારવામાં આવશે. પોરબંદર છાયાની મહેર રાસ મંડળીના ભાઈઓ દ્વારા મણીયારો રાસ અને બહેનો દ્વારા ઢાલ તલવારનો રાસ રજૂ કરાશે. આ કાર્યક્રમને લઈને મહેર રાસમંડળીના સભ્યો દ્વારા છેલ્લા ઘમણા સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની સામે પરફોર્મન્સ કરવા માટે મંડળીના તમામ સભ્યો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


યોગ પરર્ફોમન્સ કરીને કરશે સ્વાગતટ્રમ્પના સ્વાગત માટે અલગ અલગ સ્ટેજ પર પરર્ફોમન્સ કરવામાં આવશે. અમદાવાદીઓ યોગ પરર્ફોમન્સ કરીને ટ્રમ્પનું સ્વાગત કરશે. યોગાસનો દ્વારા ટ્રમ્પ સહિત VVIP નું સ્વાગત કરવામાં આવશે. એક સાથે બન્ને દેશના શક્તિશાળી રાજનેતા હાજર રહેશે. તો બન્ને દેશની મિત્રતાની ઝાંખી સ્ટેજ પરર્ફોમન્સમાં જોવા મળશે. દેશ ભક્તિના સ્ટંટ સાથે વિદ્યાર્થીઓ ડાન્સ પરર્ફોમન્સ કરશે. અલગ અલગ થીમ પર સ્ટેજ પર વિદ્યાર્થીઓ પરર્ફોમન્સ કરશે.

Post a comment

0 Comments