ધન સંપન્નતા લાવવા માટે કરી લો આમાંથી કોઈ પણ 1 ઉપાય, જલ્દીથી મળશે લાભ


આજના સમયમાં પૈસાની ઈચ્છા બધા જ વ્યક્તિને હોય છે અને બધા પૈસા કમાવા માટે ઘણી મહેનત પણ કરતાં હોય છે. પરંતુ તમારી મહેનત પછી પણ તમને ખૂબ જ મુશ્કેલી આવી રહી છે. આર્થિક સંપન્ન થવામાં અથવા તો પછી પૈસા તમારી પાસે નથી ટકતા તો તમે સ્થાયી લક્ષ્મી મેળવવા માટે થોડાક વિશેષ ઉપાય કરી શકો છો. આ ઉપાયોના માધ્યમથી તમે ધનપ્રાપ્તિ ની બધી જ મુશ્કેલીઓ દૂર કરી શકો છો તો ચાલો જાણીએ શું છે ઉપાય.

જે ઘરમાં બધા જ શુક્રવારે શ્રી સૂક્ત અથવા તો લક્ષ્મી સૂક્તનો પાઠ થાય છે તે ઘરમાં હંમેશા સ્થાયી લક્ષ્મીનો વાસ રહે છે. ત્યાં ક્યારેય પણ ધનની ઉણપ થતી નથી.

જો ઘરમાં કોઈ વિઘ્ન અથવા તો નકારાત્મકતા છે જેના કારણે તમને ઘણી અડચણ નો સામનો કરવો પડે છે. તો ઘરમાં છાણાં ને સળગાવીને તેની ઉપર લોબાન રાખીને મહિનામાં બે વખત તેમનો ધૂપ ઘરમાં જરૂરથી કરવો જોઈએ.

નિયમિત રૂપથી ગુરુવારના દિવસે પીપળાના વૃક્ષમાં સાદું જળ ચઢાવો અને તેમાં ઘીનો દીપક પ્રગટાવવો તમને આર્થિક રૂપથી સંપન્નતા મળશે.


વાસ્તુ અનુસાર ઘરમાં સમુદ્રી નમક થી પોતું લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે.

બધી જ અમાવસ્યાના દિવસે ઘરની સફાઈ કરો અને પૂર્વજોના નામથી ધૂપ આપીને પાંચ અગરબત્તી પ્રગટાવો ઉભા રહેલા કાર્યો જલ્દી થી પુરા થશે.

પ્રત્યેક પૂર્ણિમા એ છાણા ને સળગાવીને કોઈ પણ મંત્ર થી 108 વાર આહુતિ થી ધાર્મિક ભાવના ઉત્પન્ન થાય છે.

Post a comment

0 Comments