અમદાવાદ રિક્ષાચાલકે ઈમાનદારીની મિશાલ પૂરી પાડી, એક લાખની બેગ પેસેન્જર ભૂલી જતા પરત કરી..


મણિનગરના રામબાગ ખાતે આવેલી સુપર પેટ્રોલ પંપના કેશિયર સાથે અન્ય કર્મચારી રામબાગથી રિક્ષામાં એક લાખની રોકડ તેમજ પેટ્રોલ પંપના એકાઉન્ટ તેમજ હિસાબી ચોપડા લઈને હાટકેશ્વર કામ માટે જતા હતા. ત્યારે તેઓ ભૂલમાંથી બેગ રિક્ષામાં જ મૂકીને જતા રહ્યાં. ત્યારે રિક્ષાચાલક રમેશભાઇ બચુભાઈ ચુનારાએ તે બેગ ધ્યાનમાં આવતા તેને લઈ તેમાં રહેલ પાસબુક પરના સરનામાથી બેગ પેટ્રોલ પંપ પર પરત આપવા આવ્યાં હતા. ત્યારે પેટ્રોલ પંપના માલિક સહિત કેશિયર પર રિક્ષાચાલકની પ્રમાણિકતા પર ગર્વ કરી તેને બિરદાવ્યો હતો.

Post a comment

0 Comments