દિવ્યાંગ દ્વારા પગથી બનાવેલી પેઇન્ટિંગને અમિતાભ બચ્ચને આટલા રૂપિયામાં ખરીદીસદીના મહાનાયક તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન તેમની ફિલ્મોની સાથે તેમના સામાજિક કામોને કારણે પણ જાણીતા છે. તેઓ ઘણીવાર ખેડૂતો, પૂર પીડિતો અને દુકાળ પીડિતો માટે દાન પણ કરી ચૂક્યા છે. હાલમાં જ બીગ બીએ એવું કર્યું કે તેમણે સૌ કોઈનું દિલ જીતી લીધું. એક દિવ્યાંગ અમિતાભની પાસે તેમની પેઇન્ટિંગ લઈને પહોંચ્યો હતો.


દિવ્યાંગ આયુષ તેના હાથો વડે નહીં પણ પોતાના પગ વડે પેઇન્ટિંગ બનાવે છે. આયુષે તેના પગ દ્વારા અમિતાભ બચ્ચનની પેઇન્ટિંગ બનાવી હતી. જેને જોયા બાદ બીગ બીએ તેને મુંબઈ બોલાવ્યો અને તેની સાથે મુલાકાત કરી. અમિતાભે જ્યારે આયુષની પેઇન્ટિંગ જોઈ તો તેઓ જોતા જ રહી ગયા. અમિતાભની આ પેઇન્ટિંગ આયુષે તેમના શો કોન બનેગા કરોડપતિના લુકમાં બનાવી હતી.


બીગ બીએ દિવ્યાંગ આયુષની આ પેઇન્ટિંગને 50,000 રૂપિયામાં ખરીદી લીધી. આયુષની માતાએ કહ્યું, અમિતાભ સાથેની તેમની મુલાકાત ઘણી સારી રહી. તેઓ એ મુલાકાતને વર્ણવી શકે એમ નથી. બીગ બી જ્યારે આવ્યા તો આયુષના ચહેરા પર જે ખુશી હતી તેને હું વર્ણવી પણ ન શકું. બીગ બીને મળવા માટે આયુષનો પ્રયાસ તો હતો પણ સાથે તેના મિત્ર ચેતન ગાંધી અને સુરેશ જુમ્માનીનો પણ પ્રયાસ હતો. સોશિયલ મીડિયાનો પણ પ્રયાસ રહ્યો.

અમિતાભની આવનારી ફિલ્મોઃ

અમિતાભની ઘણી ફિલ્મો આવી રહી છે. જેમાં ગુલાબો સિતાબો, ઝુંડ, બ્રહ્માસ્ત્ર, બટરફ્લાઈ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સાથે અમિતાભ ઘણી જાહેરાતોના શૂટિંગમાં પણ વ્યસ્ત રહેતા હોય છે

Post a comment

0 Comments