૮૨ વર્ષીય રતન ટાટાએ શેર કરી પોતાની જવાનીની તસવીર લોકો થયા ફિદા, લોકો કહી રહ્યા છે હોલિવુડ સ્ટાર  • ગુરુવારે ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ પોતાના ઇંસ્ટાગ્રામ ઉપર પોતાની યુવાની ની એક તસવીર શેર કરી લગભગ ત્રણ મહિના પહેલા ટાટા ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયેલા છે. જ્યાં તેમણે આઠ લાખથી પણ વધુ લોકો ફોલો કરે છે. 
  • ૮૨ વર્ષીય ટાટા એ જે તસવીર શેર કરી તે લોસ એન્જલસની છે. તે દરમિયાન તે ૨૫ વર્ષના હતા. તેમની આ ખૂબસૂરત ફોટો જોયા પછી લોકો એ એવું જ કહ્યું કે હોલીવુડ સ્ટાર લાગી રહ્યા છે. કહી દઈએ કે ટાટા અમેરિકામાં અભ્યાસ અને થોડોક સમય કામ કર્યા પછી 1962માં ભારત પાછા ફર્યા હતા.
  • એટલા માટે ગુરુવાર એ શેયર કરો તસવીર

  • પોતાની પોસ્ટમાં રતન ટાટાએ લખ્યું 'આ તસવીર ને બુધવારે શેર કરવા ઈચ્છતો હતો પરંતુ કોઈએ મને ' થ્રો બેક થર્સડે ' ના વિશે કહ્યું. એટલા માટે લોસ અંજેલીસ ના દિવસો ની આ તસ્વીર પોસ્ટ કરી રહ્યો છુ.' હાલ માં રતન ટાટા ની આ પોસ્ટ ઉપર અઢી લાખ થી પણ વધુ લાઈક્સ મળી ચૂકી છે.
  • રતન ટાટાની આ તસવીરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે એ જ કારણ છે કે અત્યાર સુધીમાં તેમની આ ફોટો ઉપર ત્રણ હજારથી પણ વધુ લોકોએ કમેન્ટ કરી છે. વધુ લોકો તેમને હોલિવૂડ સ્ટાર કહી રહ્યા છે.
  • શું છે થ્રો બેક થર્સડે?

  • થ્રો બેક થર્સડે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઘણો પ્રચલિત ટ્રેન્ડ છે. લોકો #ThrowbackThursday ની સાથે પોતાની જૂના દિવસો ની તસ્વીર શેયર કરે છે.
Loading...

Post a comment

0 Comments