કરોડો ની સંપત્તિ છોડી સુરત ના પરિવાર એ અપનાવ્યો સંયમ નો માર્ગ


સુરતને ડાયમંડ નગરીની સાથે-સાથે હવે દીક્ષા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરતમાં સુખી સંપન્ન વેપારીઓના સંતાનો નાની ઉમરે દુનિયાની મોહમાયા અને સુખનો ત્યાગ કરીને આત્માના સુખ માટે જીવનનો ઉદેશ્ય પૂર્ણ કરવા માટે સંયમના માર્ગે જવા માટે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે હવે સુરતના એક ડાયમંડના વેપારીએ પોતાની તમામ સંપતિ વેંચીને પત્ની અને બે દીકરીઓની સાથે સંયમના માર્ગે જવા માટે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. દીક્ષા લેતા પહેલા આ પરિવારે સુરતમાં વરઘોડો કાઢ્યો હતો, જેમાં હાથી-ઘોડાની સાથે બેન્ડવાજા જોવા મળ્યા હતા.

Loading...


રિપોર્ટ અનુસાર મૂળ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સુઈ ગામના વતની અને હાલ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વિજય મહેતાએ તેમની પત્ની અને બંને દીકરીઓની સાથે સંસારિક સુખનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. વિજય મહેતા છેલ્લા 20 વર્ષથી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓનું વર્ષે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર છે.


છેલ્લા છ વર્ષથી તેમને પોતાના વ્યવસાયમાં ધ્યાન આપવાનું ઓછું કર્યું હતું કારણે કે, તેમને એવો વિચાર આવ્યો હતો કે, ક્ષણિક સુખની પ્રાપ્તિ કરવા માટે આ બધી મહેનત શા માટે કરવી. હવે તેમને પોતાના પરિવારની સાથે દીક્ષા લઇને સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. સંયમનો માર્ગ અપનાવ્યા પહેલા વિજય મહેતા તેમની તમામ સંપતિ વેંચીને તેમાંથી આવતા પૈસામાંથી નરકમાં થતી મનુષ્યની સ્થિતિનું વર્ણન કરતુ દૃશ્ય બતાવશે અને તેમાંથી જેટલી રકમ વધશે તેનું ગરીબ લોકોને દાન કરી દેશે.


વિજય મહેતાની એક દીકરીએ બે વર્ષ પહેલા સંસારિક સુખનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવ્યો હતો. પહેલી દીકરી દીક્ષા લે તે પહેતા વિજય મહેતા તેમના પરિવારની સાથે ભારતના દરેક રાજ્યમાં ફરી આવ્યા હતા પરંતુ એક પંજાબ ફરવાનું બાકી છે અને હાલ તેઓ દીક્ષા પહેલા બંને દીકરી અને પત્નીની સાથે દુબઇ અને શાહજહાં ફરી આવ્યા છે. વિજય મહેતા 29 જાન્યુઆરીના રોજ સુરતના પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં બે દીકરી અને પત્નીની સાથે દીક્ષા લઇને તમામ સંસારિક સુખનો ત્યાગ કરીને સંયમના માર્ગે આગળ વધશે.
Loading...

Post a comment

0 Comments