રણને હર્યુભર્યું કરવા માટે લાગેલો છે આ 81 વર્ષના વૃદ્ધ, મોટા મોટા ક્રિકેટરો પણ કરી રહ્યાં છે વખાણ


 • આ સમયે પર્યાવરણ બચાવવા અને ક્લાઈમેટ ચેન્જ ના મુદ્દા ને લઈને આખી દુનિયા ચિંતિત છે આ મુશ્કેલીઓનો સ્થાયી સમાધાન શોધવા માટે દુનિયા ના તાકતવર દેશ ઘણા સંમેલન કરી ચુક્યા છે 16 વર્ષની સ્વીડિશ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ એ તો તેના માટે#FridaysforFuture કેમપેન પણ ચલાવ્યું છે. સરકાર કેટલી યોજના ને ચલાવી લે પરંતુ જ્યાં સુધી સમસ્યાના સમાધાન માટે સામાન્ય લોકો સહભાગી નહીં થાય ત્યાં સુધી સમાધાન થવું મુશ્કેલ છે.

 • લગાવી ચૂક્યા છે 35000 વૃક્ષ
 • પર્યાવરણ બચાવવા માટે ઘણા લોકો પોતાના નીજી સ્તર ઉપર કામ કરી રહ્યા છે અને તેમના વખાણ પણ કરવા જોઈએ એવા જ એક વ્યક્તિ ૮૧ વર્ષના રાણા રામ બિશ્નોઇ. રાજસ્થાનના જોધપુર માં રહેવાવાળા રાણા રામ છેલ્લા પચાસ વર્ષથી રણ ને લીલુ કરવામાં લાગ્યા છે. તેમણે પોતાની મહેનત અને જૂનનથી અત્યાર સુધી ૩૫ હજારથી પણ વધુ વૃક્ષ લગાવી ચૂક્યા છે.
 • રાણા રામ બંજર જમીન ઉપર ફક્ત બીજ નથી નાખતા પરંતુ તેમની પુરી સાર સંભાળ પણ રાખે છે. તે પોતાના ખંભા ઉપર માટલું લઈને છોડને પાણી પણ નાખે છે. માટલા ના સિવાય ગાડી ઉપર ટેન્ક માં પાણી લઈ જઈને એક એક વૃક્ષ માં નાખે છે.
 • અઢાર વર્ષની ઉંમરથી શરૂ કર્યું

 • ઇન્ડિયા ટુડે મેગેઝિનમાં છાપેલા એક રિપોર્ટ અનુસાર 18 વર્ષની ઉંમરમાં તે સમજી ગયા હતા કે રણને લીલુ કરવા માટે સરકાર પ્રયત્ન નથી કરી રહી. તેમના માટે સામાન્ય લોકોને કોશિશ કરવી જોઈએ બસ ત્યાંરથી જ રાણા રામ એ પોતાના આસપાસ ના રણને લીલુ કરવાનો નિશ્ચય કર્યો. તેમને જ્યારે પણ આકાશમાં ઘેરાયેલા વાદળો દેખાતાં તે બધી જ બાજુએ બીજ ફેંકી દેતા હતા. તેમાં ઘણાં વૃક્ષો રાજસ્થાન હોય ગરમીમાં સુકાઈ જતા પરંતુ તેમણે હિંમત હારી નહીં.
 • તે ઘણા છોડને પોલીથીન માં લગાવીને તેમને ઉગાડતા અને પાણીની ઉણપ વાળા રાજસ્થાન માટે માટલામાં પાણી લાવીને તેમાં નાખતા. ધીમે ધીમે વૃક્ષને પાણી આપવા માટે તે ડીપ પાઇપનો ઉપયોગ કરવા લાગ્યા.
 • પર્યાવરણના પ્રત્યે તેમનો સારો એવો લગાવ છે. પોતાના પર્યાવરણીય મુદ્દા ધ્યાને લઈને એક વાર તેમણે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ના સામે ચૂંટણી પણ લડીયા પરંતુ ખુબ જ મોટા અંતરથી હાર્યા. ચૂંટણી માટે ફંડિંગની વ્યવસ્થા પણ તેમને સોશિયલ મીડિયા દ્વારા ક્રાઉડ ફંડિંગ કર્યું હતું.
 • તે ફક્ત છોડ અને વૃક્ષ માટે જ નહીં પરંતુ પક્ષીઓ માટે પણ કામ કરી રહ્યા છે. પોતાના ઉગાડવામાં આવેલા વૃક્ષો ઉપર તે માળાઓ મૂકે છે તેમાં પક્ષીઓ આવીને બેસે છે. સાથે જ તે જ્યારે વરસાદના મોસમમાં ક્યાંય પણ જાય છે તો સાથે જગ્યા જગ્યા ઉપર બીજ નાખતા આવે છે. તેમનું માનવું છે કે જો કોઈ 1 બીજ પણ અંકુરિત થાય છે તો તેમની મહેનત સફળ થઇ જશે.
 • ઘણા લોકોએ રાણા રામ ના પ્રયત્ન ના વખાણ કર્યા છે. વીવીએસ લક્ષ્મણ થી લઈને ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પરવીન કાસવાન સુધી બધા જ લોકો તેમના પ્રયત્નોને વખાણો છે. તેમના ખૂબ જ સારા પ્રયાસ અને મહેનત નું પ્રમાણ છે કે આજે તેમનું ઘર અને આસપાસ નો વિસ્તાર એક પર્યટક કેન્દ્રના રુપમાં બદલાઈ ચુક્યો છે.

 • અહીં ફક્ત દેશી લોકો નહીં પરંતુ વિદેશી પર્યટક પણ આવે છે. હાલમાં દુનિયા ની સૌથી પ્રતિષ્ઠિત મેગેઝીન ટાઈમે પર્યાવરણ માટે કામ કરી રહેલી એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ એ 2019 ના પર્સન ઓફ ધ યર કર્યા છે.
 • ગ્રેટા થનબર્ગ ના સિવાય ઘણા એવા લોકો છે જે પર્યાવરણ બચાવવા માટે પોતાની જાન લગાવી રહ્યા છે. પરંતુ તે દુનિયા ની નજર માં નથી આવ્યા. સરકાર દ્વારા તેમને જરૂરી સુવિધા તેમજ પ્રોત્સાહન જરૂરથી મળવું જોઈએ. કેમ કે પર્યાવરણ છે તો આપણે છીએ.

Post a comment

0 Comments