શું તમે જાણો છો પપૈયા ખાવાના આ જબરદસ્ત ફાયદાઓ વિશે


  • પપૈયુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. તે પાચન તંત્રને મજબૂત બનાવે છે. પપૈયું ખાવાથી મોટાપા ની સમસ્યા પણ દૂર થાય છે. પપૈયામાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે. તમે પપૈયાને જ્યુસ ના રૂપમાં પણ લઈ શકો છો.
  • ઘરેલુ ઉપચાર ના રીતે પણ પપૈયાનો ઉપયોગ કરી શકાય છે. ત્વચાની સાથે સાથે જ પપૈયુ પોતાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. રોજે પપૈયુ ખાવાથી તમને ઘણા પ્રકારની બિમારી પણ થતી નથી.
  • પપૈયું આંખો માટે ખૂબ જ લાભકારી હોય છે. જો તમને કબજિયાત છે તો રોજે પપૈયું ખાવાથી પેટ સાફ રહે છે. અમેરિકાના કૃષિ વિભાગના ડેટા કહે છે કે સો ગ્રામ પપૈયામાં 43 ગ્રામ કેલેરી હોય છે. પપૈયું ખાવાથી શરીરમાં પાણીની ઊણપ પણ દૂર થઇ જાય છે. સો ગ્રામ પપૈયામાં 0.47 ગ્રામ પ્રોટીનની માત્રા હોય છે.
  • જો ફાઇબર ની વાત કરવામાં આવે તો સો ગ્રામ પપૈયામાં 1.7 ગ્રામ ફાઈબર હોય છે. સો ગ્રામ પપૈયામાં 10.82 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 7.8 ગ્રામ સુગરની માત્રા હોય છે. એવામાં જો તમે તમારો મોટાપો દૂર કરવા માંગો છો તો તમારે પ્રતિદિવસ ડાયટમાં પપૈયાનું સેવન જરૂરથી કરવું જોઈએ. પપૈયામાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ની માત્રા પણ હોય છે. સો ગ્રામ પપૈયામાં 20 ગ્રામ કેલ્શિયમ તેમજ 21 ગ્રામ મેગ્નેશિયમ હોય છે.
  • જ્યારે 182 ગ્રામ પોટેશિયમ હોય છે તેના કારણથી જ પપૈયા પાચન ક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પપૈયામાં કોલેસ્ટ્રોલની માત્રા થોડી પણ હોતી નથી તેના કારણે તે હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. પપૈયામાં રહેલું ફાઇબર તમારા ખાવા ને બચાવે છે અને કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. વર્ષ 2014માં ભારતમાં ૫૦ લાખ ટનથી પણ વધુ પપૈયાનું ઉત્પાદન થયું હતું.
  • પપૈયા નો વપરાશ સૌંદર્ય પ્રસાધન માટે પણ કરવામાં આવે છે. તેમનું ફેસપેક બનાવીને ચહેરા ઉપર લગાવવામાં પણ આવે છે. તેનાથી ત્વચામાં સુંદરતા આવે છે અને ત્વચા કોમળ રહે છે. પપૈયામાં વિટામીન-એ c અને કે ની માત્રા હોય છે. જે સંક્રમણથી બચાવે છે.

Post a comment

0 Comments