એટીએમમાં પૈસા કાઢ્યા પછી જો તમે નથી કરતા કામ તો તમને લાગી શકે છે લાખો રૂપિયાનો ચૂનો


 • Atm એ આપણી જિંદગીને ખૂબ જ સરળ બનાવી દીધી છે. આપણે જોઈએ તો આપણે કોઈપણ જગ્યાએ હોઈએ તો પોતાના એકાઉન્ટ માંથી પૈસા ખૂબ જ સરળતાથી કાઢી શકીએ છીએ પરંતુ થોડાક સમયથી ATM ફ્રોડ ની ઘટનાઓ લગાતાર સામે આવી રહી છે.
 • જેમાં લોકોના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા સાફ થઈ જતા હોય છે આજે અમે તમને થોડીક મહત્વપૂર્ણ ટિપ્સ લઈને આવ્યા છીએ જેમનાથી તમે આ પ્રકારની ઘટનાઓ થી બચી શકો છો તો ચાલો જાણીએ ATM માંથી પૈસા કાઢતા સમયે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
 • કેમેરાને જરૂરથી ચેક કરો

 • એટીએમ માંથી પૈસા કાઢતા સમયે એકવાર ચારે બાજુએ ધ્યાનથી જુઓ કે ક્યાંય કેમેરો તો નથી લાગ્યો તેમના સિવાય કાર્ડ નાખવાની જગ્યા ઉપર જો તમને કંઈક અલગ પ્રકારનું જોવા મળે તો સાવધાન થઈ જવું. જોઈએ તમારી જાણકારી માટે કહી દઈએ કે હેકર્સ આ જગ્યા ઉપર કાર્ડ રીડ કરવાવાળી ચિપ્સ લગાવી દે છે જેનાથી કાર્ડ ની પૂરી જાણકારી લીક થઈ જતી હોય છે.
 • બીજા સાથે પિન અને કાર્ડ શેર ન કરો

 • ઘણી વખત એવું થતું હોય છે કે લોકો પોતાના સંબંધીઓને પિન તેમજ એટીએમ કાર્ડ પૈસા કાઢવા માટે આપી દેતા હોય છે એવામાં સમજી લો કે તમે તમારું સંપૂર્ણ બેક અકાઉન્ટ પોતાના સંબંધીને આપી દીધું છે. તેનાથી તમારે જરૂર થી બચવું જોઈએ કેમકે એવી ઘટનાઓ સામે આવી છે કે પોતાના સંબંધીઓ એ જ એટીએમમાંથી લાખો રૂપિયા કાઢીને છૂમંતર થઈ ગયા હોય.
 • પીન નાંખતા સમયે હાથથી કવર કરો

 • જ્યારે પણ તમે એટીએમમાંથી પૈસા કાઢવા માટે જાઓ છો તો પિન નાખતા સમયે હાથની જરૂરથી કવર કરો. ભલે પછી તમારા બાજુ માં કોઈ હોય કે ન હોય ઘણી વખત હેકર્સ હિડન કેમેરા દ્વારા પણ પિન ચોરી કરી લેતા હોય છે સાથે એટીએમ ની જેટલું નજીક રહી શકો તેટલા નજીક ઉભા રહો.
 • પૈસા કાઢ્યા પછી કેન્સલ બટન જરૂરથી દબાવો

 • એટીએમમાંથી પૈસા કાઢ્યા પછી જરૂરથી કેન્સલ બટન ને દબાવવું જોઈએ તેનાથી જરૂરી જાણકારી લીક થતી નથી સાથે જ ATM માંથી ત્યારે બહાર નીકળો ત્યારે તમારી સ્ક્રીન ઉપર બીજી વાર વેલકમ લખેલું ન આવી જાય.
 • ATM પિન
 • સૌથી પહેલા એ વાતને ધ્યાનમાં રાખો કે તમે જે એટીએમ ની અંદર પૈસા કાઢવા માટે ગયા છો ત્યાં બીજું કોઈ છે તો નહીં જો એટીએમ ની અંદર તમારા સિવાય કોઈ બીજા વ્યક્તિ છે તો પિન ન નાખો અને પૈસા ન કાઢો. બીજા વ્યક્તિને બહાર જવા માટે કહો અને કોઈપણ શંકા હોય તો તરત જ એટીએમ માંથી બહાર આવી જાવ.
Loading...

Post a comment

0 Comments