સૌરાષ્ટ્રમાં એરપોર્ટને પણ પછાડે તેવું મોર્ડન બસપોર્ટનું ભવ્ય લોકાર્પણ, રૂપાણીની વધુ એક મોટી જાહેરાત


71માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટમાં કરવામાં આવી રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રવાસીઓને મહત્વપૂર્ણ ભેટ આપી હતી. 150 કરોડના ખર્ચે અધતન બસ પોર્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. રાજકોટમાં ભાવનગર રોડ અને જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક આવતા દિવસોમાં નવા બે બસપોર્ટ બનાવવામાં આવશે..આધુનિક બસ પોર્ટમાં આધુનિક યુગને અનુરૂપ અનેકવિધ સુવિધાઓ આપવામાં આવી છે.

રંગીલા રાજકોટને સીએમ વિજય રૂપાણીએ એરપોર્ટ જેવું અદ્યતન સુવિદ્યાઓથી સરભર 150 કરોડના ખર્ચે આધુનિક બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરીને મોટી ભેટ આપી છે. જેના કારણે રાજકોટના ગૌરવમાં વધુ એક મોરપિંજનો ઉમેરો થયો છે. રાજકોટના આ બસ સ્ટેન્ડમાં મલ્ટીપ્લેક્ષ અને મોલ સહિતની અનેક સુવિધાઓથી સજ્જ સૌરાષ્ટ્રનું સૌથી આધુનિક બસ સ્ટેન્ડ તરીકે ઓળખાશે. જેની ખુશી આજે દરેક રાજકોટવાસીઓના મોઢા પર દેખાઈ રહી છે.

Loading...
બીજી બાજુ CM વિજય રૂપાણીએ 150 કરોડના ખર્ચે આધુનિક બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરીને રાજકોટવાસીઓના ચરણોમાં વધુ એક ભેટ ધરી હતી. CM વિજય રૂપાણીએ રાજકોટમાં વધુ બે નવા બસ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી દીધી હતી. હવે રાજકોટમાં સીએમની જાહેરાત પ્રમાણે, માધાપર ચોકડી નજીક અને ભાવનગર અને જામનગર રોડ પર નવા આધુનિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં એરપોર્ટને પણ શરમાવે તેવું મોર્ડન લુકથી સરભર અત્યાધુનિક બસપોર્ટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવા બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે ટિકિટ કાઉન્ટર અને પૂછપરછ કેન્દ્ર, ડિજિટલ ડિસ્પ્લે સાથે આવાગમનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરિએબલ સાઈન બોર્ડ, સીસીટીવી કેમેરા, વોલ્વો વેઈટિંગ રૂમ, વ્હિલચેર, લગેજ ટ્રોલી, કેન્ટીન/રેસ્ટોરેન્ટ, ડોરમેટરી, બે માળનું અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, રિટેલ સુપર માર્કેટ, શોપિંગ મોલ, ફૂડ કોર્ટ/પ્લાઝા, શો-રૂમ, ગેમઝોન અને સિનેમા સહિતની સુવિધા અને વ્યવસ્થા ઉભી કરવામાં આવ્યું છે.

આ બસસ્ટેન્ડમાં 350થી વધુ દુકાનો છે. નવા બસપોર્ટમાં મુસાફરોને મનોરંજન, ખાવા-પીવા, શોપિંગ જેવી અનેક વ્યવસ્થાઓનો લાભ મળશે. ગ્રાઉન્ડ ફ્લોર પર 20 જેટલા પ્લેટફોર્મ બનાવાશે જ્યાં દરેક રૂટની બસોના ડિજિટલ બોર્ડ મૂકાશે. ગ્રાઉન્ડ ફ્લોર પરથી તમામ બસોનું સંચાલન થશે, જ્યારે ઉપર ચાર માળમાં 350 જેટલી કોમર્શિયલ દુકાનો હશે. ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે બે માળનું સેલર બનાવાયું છે જ્યાં એકસાથે 1000 જેટલા બાઈક અને 300 જેટલી કાર પાર્ક થઇ શકશે.

રાજકોટના નવા બસપોર્ટની ખાસિયતો…

– આઇકોનીક બસ પોર્ટની દીવાલો પર હાલર, ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ સહિતની સંસ્કૃતિને જીવંત કરાઈ
– આધુનિક ટીકીટ કાઉન્ટર ઉભા કરાયા
– સીનેમા, ડોરમેટ્રી, રેસ્ટોરન્ટ, સુપર માર્કેટ, કેન્ટીન, ગેમજોન સહિતની સુવિધાઓ,
– 36 પંખાની ગરજ સારતો જંબો ફેન, ડીઝીટલ ડિસ્પ્લે સાથે આવા ગમનની માહિતી અને વેરીએબલ સાઈન બોર્ડ સહિતની સુવિધા
– 20120 ચોરસ મીટરનું બસપોર્ટ, 150 કરોડનો ખર્ચ, લગેજ ટ્રોલી, વોલ્વો વેઇટિંગ રૂમ સહિતની સગવડ,
– 20 બસ માટેના પ્લેટફોર્મ
Loading...

Post a comment

0 Comments