ઋષિ કપૂર એ શેયર કરી તસ્વીર અને પૂછ્યો ઓળખી બતાઓ કોણ છે?


ઋષિ કપૂર બોલિવૂડના એ એક્ટર જે કામની સાથે સોશિયલ મીડિયા પર જ એટલા એક્ટીવ રહે છે. ઋષિ કપૂર પ્રશંસકો સાથે દેશ-વિદેશની વાતો કરતા રહે છે. ઋષિ કપૂર જ્યારે જુની યાદો તાજી કરવા બેસે ત્યારે કોઈ નવી વાત દર્શકો સામે લાવે છે. કામ સાથે એ સમય સાથે જોડાયેલી વાતો યાદ કરે છે. થોડા સમયથી ઋષિ કપૂરે એક નવો પ્રયોગ હાથ ધર્યો છે તસવીરો શેર કરી સવાલ પુછવાનો. દર્શકો અને પ્રશંસકોને ખુબજ મજા આવે છે આ વાત.


ઋષિ કપુરે એક જુની તસવીર શેર કરી છે એક મહિલાની આ તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યુ છે. છે. તસવીરમાં દેખાતી આ ખુબસુરત મહિલા કોણ છે ચારેકોર તેની જ ચર્ચા છે. ખુબજ ખુબસુરત આ મહિલા એકદમ અલગ જ દેખાય છે. જેને ઓળખવી મુશ્કેલ છે. ઋષિ કપૂરે પુછ્યું કે આ મહિલા કોણ છે ઓળખો તો જાણુ.

પ્રશંસકો ઓળખાણ કરવામાં ચકરાઈ ગયા

ઋષિએ લખ્યુ કે હું ઇચ્છુ છુ કે તમે તસવીરમાં કોણ છે તે ઓળખી બતાવો. ખાસ વાત એ હતીકે મહિલા કોણ છે તે જાણવા દર્શકો ભારે આતુર હતા. વાત જાણે એમ છે કે તસવીરમાં રહેલી આ મહિલા બીજુ કોઈ નહી જાણીતા ખલનાયક પ્રાણ છે. પ્રાણ તેના રૂપ રંગને બદલવામાં માહિર હતા. પોતાના પાત્રોમાં એવા ઘુસી જતા કે તમને અનુભવ જ ન થાય કે તેઓ અભિનય કરી રહ્યા છે. આ કોઈ ફિલ્મની તસવીર નથી પણ ફેમિલી જોકની છે.

તો એક પ્રશંસકે ઋષિ કપૂરે શેર કરેલી તસવીર પાછળ રહેલી કહાની જણાવી કહ્યુ કે આ મહાન એક્ટર પ્રાણ છે. તેઓ ત્યારે અવિવાહિત હતા. તેમના ભાઈ માટે છોકરી શોધી રહ્યા હતા ત્યારે તેમણે આવો મહિલા વેશ ધારણ કરી તેના મોટા ભાઈને બુદ્ધુ બનાવ્યા હતા. પ્રાણના પુત્રે આ ખાસ સમયની તસવીર શેર કરી છે જે એક ફેમિલી આલ્બમમાં હતી.

ઋષિ કપૂરે આ સિવાય મુગલ એ આઝમના સેટ્સની દાદા પૃથ્વીરાજ કપૂરની તસવીરો શેર કરી છે, જેને જોઈને પ્રશંસકો ખુશ થયા છે. ઋષિ કપૂર તેની સેન્સ ઓફ હ્યુમર અને અલગ અંદાજથી લોકપ્રિય છે.
Loading...

Post a comment

0 Comments