કૈટરીના કૈફ અને વાઈફ જયા બચ્ચન સાથે ડાન્સ કરતા જોવા મળ્યા અમિતાભ બચ્ચન


બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચનની કેટલીક તસ્વીરો સોશિયલ સાઈટ પર ખુબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં કપલ અભિનેત્રી કૈટરીના કૈફ અને સાઉથના ત્રણ સુપરસ્ટાર સાથે જોવા મળી રહી છે. રિપોર્ટ્સ મુજબ આ તસ્વીરો કોઈ જ્વેલરી બ્રાંડ કલ્યાણ જવેલર્સના શૂટ દરમિયાનની છે. તસ્વીરોમાં બીગ બી અને જયા બચ્ચન કૈટરીના કૈફને મંડપમાં લઇ જતા જોવા મળી રહ્યા છે.


કૈટરીના કૈફ ક્રીમ કલરના લેહંગામાં સુંદર જોવા મળી રહી છે. જ્યારે જયા બચ્ચન અને બીગ બી પણ ટ્રેડીશનલ લુકમાં જોવા મળ્યા હતા. લુકની વાત કરીએ તો અમિતાભ બચ્ચન વ્હાઈટ કુર્તા ધોતી અને પિંક પાઘડીમાં જોવા મળી રહ્યા છે.


જ્યારે જયા બચ્ચન ડાર્ક યેલો સાડીમાં જોવા મળી હતી. કેટલીક તસ્વીરોમાં અમિતાભ બચ્ચન અને કૈટરીના કૈફ નાચતા જોવા મળી રહ્યા છે. આ તસ્વીરોને અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં પણ શેર કરી છે.


તસ્વીરોની સાથે તેમને કેપ્શનમાં લખ્યું છે કે, "તેમના લગ્ન થઈ રહ્યા છે." જયારે કેટલીક તસ્વીરોમાં તે સાઉથ સ્ટાર્સ નાગાર્જુન, શિવરાજ કુમાર અને પ્રભુની સાથે છે. તેમની આ તસ્વીરો સોશિયલ સાઈટ પર ખુબ વાયરલ થઈ રહી છે. ચાહકો તેમની આ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે.


વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ 'ઝુંડ' માં જોવા મળશે. તેના સિવાય તે 'ચેહરા' અને 'ગુલાબો સિતાબો' અને બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે. જ્યારે કૈટરીના કૈફ આ દિવસોમાં ફિલ્મ સૂર્યવંશીની શુટિંગમાં વ્યસ્ત છે. તેમાં તેમની સાથે અક્ષય કુમાર છે. જયા બચ્ચનની વાત કરીએ તો તે ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દુર છે.
Loading...

Post a comment

0 Comments