જો તમે લારી વાળા પાસે ખાતા હોય ફ્રેન્કી તો તે બંધ કરી ઘરે જાતે જ બનાવો " વેજ ફ્રેન્કી "

 • આપણને આમ તો રોજબરોજ ચટપટી વાનગી ખાવાનું મન થતું હોય છે જેના માટે આપણે લોકો જનરલી હોટેલ માં અથવા લારી પર જતા હોઈએ છીએ પરંતુ આજે અમે તમારા માટે એવી ચટપટી વાનગી લાવીયા છીએ કે આ વાનગી તમે તમારી ઘરે બનવી શકશો અને હોટેલ જેવો ટેસ્ટ આવશે તો ચાલો બાનવીયે વેજ ફ્રેન્કી.........
 • -:: સામગ્રી ::-

 • ૨૫૦ ગ્રામ મેદો
 • ૧/૨ ટીસ્પુન યીસ્ટ
 • ૧/૨ ટીસ્પુન ખાંડ
 • ૨ ટેબલ સ્પુન તેલ
 • ૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ
 • ૧/૨ સ્પુન સાજીના ફૂલ
 • ૧ ટેબલસ્પુન દહીં
 • ૧ ટીસ્પુન મીઠું
 •  -:: રોલ્સ માટેની સામગ્રી ::-

 • ૫૦૦ ગ્રામ બટાકા
 • ૩ ઝીણી સમારેલી ડુંગળી
 • ૨ ટામેટા
 • ૮ થી ૧૦ કડી લસણ
 • ૧ ઝીણું સમારેલું કેપ્સીકમ
 • ૧ ટીસ્પુન ગરમ મસાલો
 • ૩ સ્લાઈડ બ્રેડ
 • ઝીણી સમારેલી કોબીજ, ડુંગળી
 • લાંબા સમારેલા ગાજર
 • ૩ ટીસ્પુન ચીલીસોસ
 • ૧/૪ ટીસ્પુન સોયાસોસ
 • તીખી કોથમીર ની ચટણી
 • ખજુરની ચટણી
 • તેલ પ્રમાણસર
 • મીઠું પ્રમાણસર 
 • -:: રીત ::-
 • સૌ પ્રથમ ગેસ પર ગરમ પાણી મુકો અને ગરમ કરી ગરમ પાણી માં યીસ્ટ અને ખાંડ તેમજ ૧ ટેબલસ્પુન મેંદો નાંખી ઢાંકી થોડી વાર રહેવા દો. 

 • મેંદામાં ઘઉંનો લોટ, મોયણ, મીઠું અને યીસ્ટ નાંખી પરોઠા થી સહેજ ઢીલી કનક બાંધવી. કણક ને ૨ થી ૩ કલાક મૂકી રાખવી.
 • યીસ્ટના નાખવું હોય તો દહીંથી કણક બાંધવી. દહીંમાં સાજીના ફૂલ, થોડી ખાંડ અને મેંદો નાંખી ઢીલો લોટ બાંધી ૨ થી ૩ કલાક રહેવા દો.
 • નાનની કણક અને પિઝ્ઝાની કણક પણ આજ રીતે બંધાય. કણક બધે તો નાં કે પિઝ્ઝા કરી શકાય. કણકને મસળી તેના એક સરખા મોટા લુઆ કરવા. તેની મોટી, સહેજ
 • પાતળી રોટલી વણી તવી પર બંને બાજુ શેકવી. કડક ના થાય તે જોવું.
 • આ રીતે બધી રોટલી તૈયાર કરી નેપકીનમાં ઢાંકીને મુકવી.
 • -:: રોલ્સ માટેની રીત ::-

 • સૌથી પહેલા બટાકા બાફી માવો બનાવો. તેમાં ડુંગળી, કેપ્સીકમ ચોપ એન્ડ ચર્નમાં ઝીણા કરીને નાંખવા. ટામેટા, લસણ ઝીણા સમારવા. બટાકાવડા જેવો મસાલો કરવો. બ્રેડ ને પાણીમાં પલાળી નીચોળી ભેળવવી.
 • તેના લાંબા રોલ્સ કરી મેંદોમાં રગદોળી ગરમ તેલમાં તળવા, કોથમીરની અને ખજુરની ચટણી બનાવવી.
 • -:: પીરસવાની રીત ::-
 • ૧ ટી સ્પુન તેલ તવી પર મૂકી રોલ મુકવો. સહેજ ગરમ કરી બાજુ પર ખસેડી ૧ રોટલી તે જ તેલમાં મૂકી બે બાજુ ફેરવવી.

 • રોટલી ને પ્લેટમાં મૂકી તેના પર રોલ મૂકી તેના પર કોથમીરની ચટણી, ખજુરની ચટણી મૂકી, તેના પર ઝીણી સમારેલી ડુંગળી નાંખી, તેના પર ચાટ મસાલો ભભરાવી,
 • રોટલી નો રોલ વાળી, ગરમ ગરમ પીરસવું.
 • ફ્રેન્કી જુદી જુદી રીતે પીરસાય છે:Post a comment

0 Comments