શ્યામ રંગ અને દીકરી ને જન્મ આપવા પર જે વહુને સાસરિયા વાળા એ બહાર કાઢી હતી હવે તેજ જજ બનીને સંભળાવશે નિર્ણય


લોકો કહે છે ને કે છોકરી ઓ છોકરા થી કમજોર નથી હોતી. સાચુજ કહે છે. પટના ની વંદના તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. જે વહુને સાસરિયા વાળા એ કાલા રંગ ના કારણે લઈને ઘણું સંભળાવ્યું અને દીકરી ને જન્મ આપવા પર ઘરે થી કાઢી પણ મૂકી.

ત્યાંજ વહુ રાજ્ય જ્યુડીશિયરી ની પરીક્ષા પાસ કરીને જજ બની ગઈ છે. સાસરિયા માંથી કાઢ્યા પછી સંઘર્ષ અને મજબૂત મનોબળ ના કારણે ઉડાન ભરનાર પટના ની છજ્જુબાગ ની 34 વર્ષીય વંદના મધુકર માતા-પિતા ની સાથે પુરા મહોલ્લા ની લાડલી બની ચુકી છે. તેમને નૌકરી કરતા તેમની દીકરી ને પણ સાચવી અને ઉચ્ચસ્તર નો અભ્યાસ પણ ચાલુ રાખ્યો.

મોકામાં માં હતી નિયોજિત શિક્ષક


વંદના નું પિયર મોકામાં ના રામ શરણ ટોલા માં છે. લગ્ન 2015 માં પટના માં થયા. જયારે લગ્ન થયા હતા ત્યારે તે મોકામાં માંજ નિયોજિત શિક્ષક હતી. લગ્ન પછી પટના આકાશવાણી માં ટ્રાંસમિશન ઍક્જયૂકીટીવ પદ સાંભળ્યું. ત્યાર બાદ ઘર માં થોડું કલેશ વધી ગયો. સાસરિયા વાળા અને પતિ પુરી સેલેરી ઘરે આપવાનું કહેતા હતા.

દીકરી થવા પર છોડવું પડ્યું ઘર

વંદના કહે છે કે લગ્ન ના એક વર્ષ પછી મેં, 2016 માં દીકરીને જન્મ આપ્યો. ત્યારબાદ સાસરિયા વાળા તેમને કાળા રંગ ની સાથે છોકરી જન્મ માટે તેને તાના મારતા હતા. તે કહેવું હતું કે આગળ ના સમય એ જયારે ગર્ભવતી થવા પર ચેકઅપ કરાવવું પડશે અને જો છોકરી થશે તો ગર્ભપાત. તે લોકો થી કંટાળી ને વંદના 20 દિવસ ની દીકરી ને લઈને પિયર મોકામાં ચાલી ગઈ.

સ્વજનો નો મળ્યો પૂરો સહયોગ

વિધિ સ્નાતક વંદના નું કહેવું છે કે જયારે તે માનસિક પરેશાની ના સમય થી પસાર થઇ રહી હતી, ત્યારે તેમણે બાઢ કોર્ટ ના અધિવક્તા મધુસુદન શર્મા એ જજ ની પરીક્ષા આપવા માટે પ્રેરણા આપી. તેમને તૈયારી કરી અને 29 નવેમ્બર એ બિહાર ની ન્યાયિક પરીક્ષા પાસ કરી લીધી.

વંદના પોતાની ઉપલબ્ધી નો શ્રેય પિતા કિશોરી પ્રસાદ અને માતા ઉમા પ્રસાદ ની સાથે મધુ સુદન શર્મા ને આપે છે. તેમનું કહેવું છે કે જજ ની ખુર્સી પર બેસવાની સાથે ઈમાનદારી ની સાથે કાર્ય કરવું અને પીડિતો ને ત્વરિત ન્યાય દેવું તેમની પ્રાથમિકતા હશે.

Post a comment

0 Comments