બાજરી ના રોટલા સાથે તમે અડદ ની દાળ તો ખાધી જ હશે પરંતુ આજે બનાવો મારી રેસીપી પ્રમાણે " અડદ ની દાળ "


શિયાળાની કડકડતી ઠંડી ની શરૂઆત થઈ ચુકી છે. એટલા માટે દરેક ના ઘરે બાજરી ના રોટલા તો સાંજે બનાવતા જ હશે. રોટલાની સાથે દેશી ઘી અથવા માખણનો ઉપયોગ ખાવામાં વધારે થાય છે. જે હેલ્થ માટે પણ ફાયદાકારક છે.  

શિયાળામાં રોજ નવી નવી વાનગીઓ ખાવા ની મઝા કંઈક અલગજ હોય છે તેમાં પણ જો બાજરી ના રોટલા સાથે લચ લચકતી અડદ ની દાળ હોય તો સાંજ ની મહેફિલ માં ચાર ચાંદ લાગી જાય  છે. તો ચાલો જાણીએ લચ લચકતી અડદની દાળ બનાવવાની રીત જે આજે અમે તમારા માટે ખાસ લાવીયા છીએ જે શિયાળાની કડ કડતી ઠંડી માં ખાવાની ખુબ મઝા પડી જશે.

સામગ્રી


  • એક સ્ટોરી અડદની દાળ 
  • લીલુ મરચુ જીણું સુધારેલ 
  • મીઠો લીમડો 2-3 પાન
  • આદુ-મરચા-લસણની પેસ્ટ
  • કોથમીર 
રીત 


સૌપ્રથમ અડદની દાળને બનાવતા પહેલા ગરમ કરેલા પાણીમાં 10 મિનિટ પલાળી નાખો .

ત્યારબાદ કુકરમાં તેલ કે ઘી મુકીને તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, લીલુ મરચુ બારીક સમારેલ મીઠો લીમડો 2-3 પાન નાખીને તેંપ વઘાર કરી નાખો.

ત્યારબાદ તેમાં દાળને સારી રીતે ધોઈને નાંખી દો એક કપ દાળ હોય તો બમણું પાણી મુકો એટલે કે બે કપ દાળ નાંખી કુકરમાં 3 સીટી વગાડો.

ત્યારબાદ ઉતરી જાય પછી તેમાં લીંબુ અને લસણની ચટણી નાંખો કોથમીર નાંખી સરખી રીતે હલાવી દો.

તો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ ને તમે બાજરાના રોટલા સાથે ખાશો તો ખુબજ સ્વાદિષ્ટ લાગશે.

Post a comment

0 Comments