શું તમને ખબર છે ટીવીની સ્ક્રીન ઉપર લખેલા આવતા નંબર શા માટે દેખાડવામાં આવે છે?


તમે બધા વિચારતા હશો કે જ્યારે પણ આપણે ટીવી ઉપર કોઈપણ સીરીયલ જોઈએ અથવા તો કોઈ પણ ક્રિકેટ મેચ જોઈ રહ્યા હોઈએ છીએ અત્યારે નંબર આપણને હેરાન કરવા માટે આવી જતા હોય છે.

તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે આ નંબર આપણે સેટટોપ બોક્સ દ્વારા ખાસ આપણા માટે લખવામાં આવે છે.

એટલે કે જો તમે ઘરે કપિલ શર્મા શો જોઈ રહ્યા છો અને તમારો દોસ્ત તેમના ઘરે તે શો જોઈ રહ્યો છે તો બંનેને અલગ નંબર જોવા મળશે.


કોઈક લોકોને એકલા તો જોવાની મજા નથી આવતી એટલા માટે તે લોકો શો ને રેકોર્ડ કરી લે છે અને પછી યૂટ્યૂબ ઉપર પણ અપલોડ કરી દેતા હોય છે. અને ઘણા લોકો તો પોતાની ટીવી ક્રિકેટ મેચ ને સ્ટ્રીમિંગ દ્વારા પણ દેખાડતા હોય છે.

આ પાયરેસી એટલે કે ડુબલીકેટ રેકોર્ડિંગ ને રોકવા માટે ટીવી ચેનલ લો દ્વારા વચ્ચે નંબર દેખાડવા પડે છે. એટલે કે જો કોઈ પણ વ્યક્તિ તેમના ટીવીમાં અથવા તો કોઈ પણ શો રેકોર્ડ કરશે તો સાથે જ તે નંબર પણ રેકોર્ડ થઈ જશે અને તે કોઈ પણ જગ્યા ઉપર અપલોડ કરશે તો તે નંબર પણ સાથે જોવા મળશે.

આ નંબરના કારણે ટીવી ના કાર્યક્રમ ને રેકોર્ડ કરવા વાળા વ્યક્તિ સુધી પહોંચી શકાય છે કેમકે નંબર બધા જ સેટઅપ બોક્સ માટે અલગ દેખાડવામાં આવે છે.

તો અમે આશા કરીએ છીએ કે તમને ખબર પડી ગઈ હશે કે શો અથવા તો કોઈ પણ લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન શા માટે તમારી સ્ક્રીન ઉપર નંબર દેખાડવામાં આવે છે.

Post a comment

0 Comments