સુરભી ચંદાના એ 10 વર્ષ પહેલા વિચાર્યું પણ નહીં હોય કે સેલ્સ ગર્લ થી એક સામાન્ય કિરદાર નિભાવતી છોકરી ક્યારેક એશિયા ની પાંચમી સૌથી સેકસી મહિલા બનશે


પોપ્યુલર શો સંજીવની-2 માં ડોક્ટર ઈશાની અરોડા નો કિરદાર નિભાવી રહેલ એક્ટ્રેસ સુરભી ચંદના આજે કોઇપણ પરિચયના મોહતાજ નથી. ઇશકબાજ માં અનીકા નો રોલ નિભાવીને તે પહેલા જ ઘરમાં મશહૂર થઈ ચૂકી છે પરંતુ આજે જ્યારે તે 10 વર્ષ પાછળના સમયે ને જુએ છે તો ઘણું જ તેમને આરામદાયક અને ખુશી મહેસુસ થાય છે.


આજથી ૧૦ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2009માં પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે શો માં તેમનું કિરદાર એક સેલ્સ ગર્લ નો હતો. ત્યારે ક્યાં સુધી એ વિચાર્યું હશે કે ટીવી શોમાં એક નાનકડો કિરદાર નિભાવતી છોકરી એક દિવસ એશિયાની સૌથી સેકસી મહિલાઓની લિસ્ટમાં સામેલ થશે.


સુરભીએ પોતાના આ દસ વર્ષના સફરને પોતાના એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા દેખાડ્યો છે. દસ વર્ષ પહેલા તારક મહેતા ના પોતાના કિરદાર ને હવે સંજીવની-2 ના કીરદાર ની તસ્વીર શેર કરતા સુરભીએ લખ્યું આ સફર આસાન ન હતું। ઘણી બધી વસ્તુઓ તેમણે કુરબાન કરીછે.


સુરભી નું કહેવું છે કે લોકો એ તેમની આ ચોઈસ ઉપર પણ સવાલ ઉઠાવ્યા. પોતાનું લક્ષ્ય મેળવવા માટે તેમણે ઘણી જ મહેનત કરી ભૂમિકા કરું છું અને હું આગળ પણ આ બધું કરતી રહીશું. કેમકે મેં મારા માટે જે પસંદ કર્યું છે તે મારા પેરેન્ટ્સ ના ચહેરા ઉપર ખુશી લાવે છે. તે ખુશી જે હું હંમેશાથી જ તેમના ચહેરા ઉપર જોવા ઈચ્છતી હતી. આશા છે કે આ એચિવમેન્ટ ને જોઈને તે હંમેશા હસતા રહેશે. #5thsexiestasianwoman


સુરભી એ આગળ લખ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મને એક્ટિંગ નો અ પણ નહોતો આવડતો. પરંતુ હવે સંજીવની-2 છે જ્યાં હું પોતાને ઘણી જ સારી બનાવવા માટે રોજે સંઘર્ષ કરી રહી છું. આ સુંદર સફર માટે સંઘર્ષ કરી રહી છું અને રોજ કંઇક નવું શીખી રહી છું.


Post a comment

0 Comments