શું તમને ખબર છે ક્રિકેટર પોતાના ચહેરા ઉપર સફેદ રંગનું શું લગાવે છે અને શા માટે?


જો તમે ક્રિકેટ મેચ જોતા હશો તો તમે ધ્યાન આપ્યું છે કે ખેલાડીઓ પોતાના ચહેરા ઉપર સફેદ રંગની મોટી લેયરમાં ક્રીમ લાગેલી હોય છે. જો તમે જોયું હોય તો શું તમે જાણો છો કે તે ક્રીમ લગાવવામાં શા માટે આવે છે? અગર નથી જાણતા તો આજે આપણે આ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જોઈએ તો ક્રિકેટર પોતાની સ્કિન માટે જે સફેદ ક્રીમ લગાવે છે તે ઝીંક ઓક્સાઇડ ક્રીમ હોય છે જે એક ફિઝિકલ સનસ્ક્રીન છે અને તેને રિફલેક્ટર ના રૂપમાં વાપરવામાં આવે છે જેને સ્કિનના ઉપર લગાવવામાં આવે છે.

આ ક્રીમ ત્વચા ઉપર એક લેયર બનાવી દેછે જેનાથી સૂરજની હાનિકારક કિરણોથી સ્કિનને સુરક્ષા મળે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે જે સનસ્ક્રીન આપણે રોજે યુઝ કરીએ છીએ તેમાં અને આ સ્પેશિયલ ક્રીમ માં શું ફરક હોય છે? તો તમને કહી દઈએ કે જે સનસ્ક્રીન ને આપણે રોજે લગાવીએ છીએ તે કેમિકલ સનસ્ક્રીન અને હોય છે. ક્રિકેટર્સ ઝીંક ઓક્સાઇડ નો ઉપયોગ કરે છે કેમ કે તેમણે છથી સાત કલાક લગાતાર તડકામાં વિતાવવા પડે છે. જે તેમની સ્કિનને નુકશાનદાયક સાબિત થઈ શકે છે.

એવામાં ઝીંક ઓક્સાઇડ ક્રીમ તેમની સ્કિનને ડેમેજ થતાં બચાવે છે. તેનાથી સ્કિન મા બળતરા અને સોજા થી પણ બચી રહે છે અને કોઈપણ પ્રકારની ખંજવાળ અને એલર્જીની સમસ્યા પણ થતી નથી.

ક્યાં અને કઈ રીતે લગાવવામાં આવે છે ઝીંક ઓક્સાઇડ સનસ્ક્રીન?

વધુમાં ક્રિકેટર તેને માથામાં, ચહેરા ઉપર ડોક ના પાછળના ભાગમાં હોઠ અથવા તો હાથ ઉપર લગાવે છે. કેમકે તે સૌથી વધુ ખુલ્લા આવરણમાં હોય છે. જ્યાં સુરજની કિરણો વધુ અસર દેખાડે છે. તે ક્રીમ ને માથા અને ચહેરા ઉપર લગાવવું પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. આ ક્રીમ ને તમારે આંગળીઓની મદદથી એક્સપોઝ એરિયામાં સારી રીતે લગાવવું જોઈએ.

Post a comment

0 Comments