100 સલામ બિહાર ના મુઝફ્ફરપુર ની રહેનાર સબ લેફ્ટનન્ટ શિવાંગી બની નૌસેનાની પહેલી મહિલા પાયલટ


ભારતીય નેવીમાં મહિલા સન્માન માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કારણ છે નેવીને પહેલી મહિલા પાયલટ મળી ગઈ છે. સબ લેફટનન્ટ શિવાંગ સિંહે કમાન સંભાળી છે. બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી સબ લેફટનન્ટ શિવાંગી કોચ્ચિમાં પોતાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ નેવીના ડોરનિયર એરક્રાફ્ટના કોકપિટમાં ઉડાન ભરવા માટે તૈયાર છે.


નેવીના જણાવ્યા મુજબ સબ લેફટનન્ટ શિવાંગીએ શોર્ટ સર્વિસ કમીશનનો 27મો એનઓસી કોર્ષ જોઈન કર્યો હતો અને ગત વર્ષે જૂન 2018માં કેરળના એઝીમાલા સ્થિત ઈન્ડિયન નેવલ એકેડમીમાં પોતાની કમીશનિંગ પૂરી કરી હતી. લગભગ દોઢ વર્ષની પાયલટ ટ્રેનિંગ બાદ આજે શિવાંગી નેવીની પહેલી મહિલા પાયલટ બની છે.


કોચ્ચિ સ્થિત નૌસેનાની દક્ષિણી કમાનમાં સૈન્ય પરંપરા મુજબ તેને પાયલટ તરીકે સામેલ કરવામાં આવ્યા. દર વર્ષે 4 ડિસેમ્બર નેવી પોતાનો સ્થાપના દિવસ મનાવે છે, આ સ્થાપના દિવસ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય નેવીની મોટી અને નિર્ણાયક કાર્યવાહીના વિજ્યોત્સવના રૂપે મનાવવામાં આવે છે.


48માં સ્થાપન દિવસ પહેલાં જ ભારતીય નેવીએ મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું ઉઠાવ્યું છે. નેવીની પહેલી મહિલા પાયલટ શિવાંગી નૌસેનાનું ટોહી વિમાન, ડોરનિયર ઉડાવશે અને સમુદ્રી સરહદોનું ધ્યાન રાખશે.

Post a comment

0 Comments