શિક્ષિકાને 1200 બાળકોએ આપી ગુરુદક્ષિણા. 1.71 લાખ એકત્ર કરી કર્યું કન્યાદાન


પાલી ના સુરેન્દ્રનગર સ્થિત રાજશ્રી સ્કૂલ ના શિક્ષિકા હેમા પ્રજાપત ને 1200 વિદ્યાર્થીઓએ અનોખી ગુરૂ દક્ષિણા આપી. એમના લગ્નમાં બાળકોએ સ્કૂલ પ્રબંધન ના સહયોગ અને પોતાના ખીચા ના ખર્ચા થી 1.71 લાખ ભેગા કરી કન્યાદાન કર્યું.

હેમા ના માતા પિતા અને ભાઈ નથી. એવામાં વિદ્યાલય સ્ટાફ ની સાથે જ ત્યાં ભણવાવાળા બાળકોએ 10 ડિસેમ્બર એ લગ્ન કર્યા. જાનનું સ્વાગત સંબંધીઓએ કર્યું.

શિક્ષિકાએ કહ્યું બાળકોની આ ગુરુદક્ષિણા તે પાછી ભણાવીને કરશે. બાળકોએ જે પણ કર્યું તે કોઇ સપના થી ઓછું નથી. સ્કૂલ પ્રબંધન અને વિદ્યાર્થી આટલો પ્રેમ કરશે તે વિચાર્યું ન હતું. સ્કૂલના નિર્દેશક રાજેન્દ્રસિંહ એ કહ્યું કે બાળકોની આ પહેલ ના દ્વારા સ્ટાફ અને પ્રબંધન એ પણ શિક્ષિકા ની મદદ કરી. શિક્ષિકાએ હેમા ને મહિલા દિવસ પર પણ શ્રેષ્ઠ શિક્ષિકા નુ સન્માન અને ૫૧ હજારનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

હેમા નુ બાળપણ ઘણી કઠણાઈઓ થી ભરેલું રહ્યું હતું. છ માસની ઉંમરમાં પિતા રહ્યા નહિ. 16 વર્ષની ઉંમરમાં માતાનું પણ નિધન થઈ ગયું હતું. નાની બહેનને ભણાવવું અને રાખવાની જિમ્મેદારી હેમા ઉપર હતી. હેમા સ્કૂલની રજા પછી નિયમિત રૂપથી બે કલાક રોકાઈને જરૂરિયાત મંદોને નિશુલ્ક સેવા આપતી હતી.

એટલું જ નહીં રજાના દિવસોમાં પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ને એક્સ્ટ્રા ક્લાસ કરાવી લેતી હતી. હેમાં એ પાંચ વર્ષમાં માત્ર છ રજા લીધી છે. એમાં એ જયનારાયણ વ્યાસ વિશ્વવિદ્યાલય થી ગણિત વિષયમાં પ્રથમ શ્રેણી થી Msc કર્યું અને બીએડ કર્યું.

Post a comment

0 Comments