ગર્ભમાં હતી જ્યારે નક્સલી હુમલામાં શહીદ થઈ ગયા હતા. પ્રતિમા સાથે ગળે લાગીને દીકરીએ કહ્યું - પપ્પા...


છત્તીસગઢના કોરબા જિલ્લા થી શહીદ ની સવા વર્ષની દીકરી નો વિડીયો વાયરલ થયો છે. નાનકડી દીકરી પિતા ની પ્રતિમા અને ગળે લગાવે છે. જેમણે ક્યારેય તેમના પિતાને જોયા જ નથી તે ધીમેથી કહી રહી છે "પપ્પા જય જય".


આ વિડીયો નક્સલીઓના સામનો કરતા લગભગ બે વર્ષ પહેલા શહીદ થયેલ એસ આઈ મુલચંદ કવર ની દીકરી નો છે. 13 ડિસેમ્બર મુલચંદ નો જન્મદિવસ હતો. પરિવાર જન્મદિવસ મનાવવા તેમના સ્મારક પર પહોંચ્યા હતા. પિતા ની પ્રતિમા ની સાથે વાતચીત કરતી દીકરી ને જોઈને ત્યાં રહેલા બધા જ ની આંખો થઈ ગઈ હતી.

પિતાની પ્રતિમા પાસે ઘણા લાંબા સમય સુધી રમતી રહી દીકરી

શહીદ ની દીકરી વનિયાં પિતા ની પ્રતિમા જોતા જ તેમની પાસે પહોંચી ગઈ. તેમની પ્રતિમાને ગળે લગાડ્યું અને થોડુંક તોતડાતા વાતો કરવા લાગી. પરિવારના લોકોએ કહ્યું કે દીકરીએ તેમના પિતાનો ચહેરો નથી જોયો. કેમકે જ્યારે ગર્ભમાં હતી ત્યારે જ તેમના પિતા મૂળચંદ શહીદ થઈ ગયા. બાળકીએ જ્યારે સંબંધીઓને ઓળખવાનું શરૃ કર્યું તો હંમેશા ઘરના લોકો તેને મુલચંદ ની તસ્વીર દેખાડ્યા કરતા હતા. તેમના માટે જ્યારે તે જન્મદિવસ ના અવસર ઉપર પિતાની પ્રતિમાની પાસે પહોંચ્યા તો તે પ્રતિમાને દુલારવા લાગી.

જાન્યુઆરી 2018 માં શહીદ થયા હતા મુલચંદ


ઉરગા ના ઘણાડાબેરી ગામમાં રહેવાવાળા મુલચંદ કંવર 12 ઓગસ્ટ 2013ના પોલીસ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર બન્યા. ટ્રેનિંગ પછી તેમની પોસ્ટિંગ નારાયણપુર જીલ્લામાં થઇ હતી. જ્યાં તે ઘણી બહાદૂરી ની સાથે નક્સલી ના હુમલા નો જવાબ આપ્યો હતો.

તે કારણે તેમનું નામ આઉટ ઓફ ધ પ્રમોશન માટે મોકલવામાં આવ્યું પરંતુ તેમના પહેલા 24 જાન્યુઆરી 2018 માં અબુજમાડ વિસ્તારમાં નક્સલી ની સાથે મુકાબલો કરતા તેમને ગોળી લાગવાથી તે શહીદ થઈ ગયા. એસ આઇ મુલચંદ કવર ના લગ્ન એપ્રિલ 2017 ઇન્દ્ર પ્રભા કવર સાથે થયા હતા. મુલચંદ ની સહાદત ના આઠ મહિના પછી ૩ ડિસેમ્બર 2018 બાળકી વનીયા જન્મ થયો હતો.

Post a comment

0 Comments