બનાવી લો આજે રાઈવાળા મરચા નોંધી લો સરળ રેસિપી


ઘણા લોકો ના મરચા ખાવાનું ખુબજ પસંદ કરતા હોય છે. પછી તે અથાણાં સાથે હોય કે તળેલા મરચા હોય. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવીજ સરળ રેસિપી.

આજે અમે તમને કહીશું રાઈવાળા મરચા ની રેસિપી વિષે. જે તમે કોઈ પણ નાસ્તા ની સાથે ખાઈ શકો છો અથવા તો ભોજન સાથે પણ ખાઈ શકો છો જેનો આનંદજ કંઈક અલગ હોય છે.

જરૂરી સામગ્રી


 • 20-30 લીલા મરચાં
 • એક કપ રાઈ - સાધારણ ક્રશ કરેલી
 • અડધી ચમચી હળદર
 • અડધી ચમચી હિંગ
 • એક નાનકડી ચમચી વરિયાળી સાધારણ ક્રશ કરેલી
 • તેલ જરૂર મુજબ
 • મીઠુ સ્વાદ મુજબ
 • એક મોટી ચમલી લીંબૂનો રસ


બનાવવાની રીત  • રાઈ વાળા મરચા બનાવવા માટે આપણે, સૌથી પહેલા બધા મરચા સારી રીતે ધોઈને સુકવી લો.
 • મરચા ના ડીટીયા કાઢીને એક એક કરી બધા મરચામાં ચીરો લગાવો અને બીયા કાઢી લો.
 • ધ્યાન રાખો કે મચચાના બે ભાગ ન થવા જોઈએ
 • એક વાટકીમાં રાઈ, મીઠુ, હળદર, હિંગ, વરિયાળી, થોડુ તેલ અને અડધી ચમચી લીંબૂનો રસ નાખીને એકસાથે મિક્સ કરો.
 • હવે તૈયાર થયેલું મિશ્રણને બધા મરચામાં ભરો
 • બાકી બચેલુ મિશ્રણ, તેલ અને લીંબૂનો રસ મરચા પર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
 • હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે છોડી દો.
 • હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે મુકી રાખો
 • તૈયાર છે રાઈવાળા મરચા. એયર ટાઈટ કંટેનરમાં બંધ કરીને ફ્રિજમા મુકી દો.

Post a comment

0 Comments