પ્રિયંકાએ સાસરિયામાં નિક જોનાસ સાથે આ રીતે મનાવી ક્રિસમસ


દેશ અને દુનિયામાં ગઈકાલે ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો લોકો એકબીજાને ક્રિસમસની શુભકામનાઓ આપી રહ્યા હતા. અલગ અલગ જગ્યાએ ક્રિસ્મસ ટ્રી લગાવવામાં આવ્યા હતા. પ્રિયંકા ચોપડાએ પોતાના સાસરિયામાં એટલે કે અમેરિકામાં તે પોતાનો ક્રિસમસ તહેવાર મનાવી રહી છે.


પ્રિયંકા ના પતિ નિક જોનાસે એ એક વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં નિક અને પ્રિયંકા પરિવાર ના બીજા સભ્યો ની સાથે ક્રિસમસ ટ્રી બનાવવાની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. નિક વીડિયોમાં કહે છે કે અમે ક્રિસમસ ટ્રી સજાવી રહ્યા છીએ તેની સાથે જ કંઈક એ બધા જ લોકોને ક્રિસમસ ની શુભકામનાઓ આપી. પ્રિયંકાના સાસરિયામાં આ બીજી ક્રિસ્મસ છે. ગયા વર્ષે તેમણે નિક જોનાસ સાથે ડિસેમ્બરની શરૂઆતમાં લગ્ન કર્યા હતા. લગ્ન જોધપુરમાં ઉમેદ ભવન પેલેસ મા થયા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલા ફંકશનમાં ઘણા દેશી વિદેશી મહેમાનો અને નિક સંપૂર્ણ પરિવાર સામેલ થયો હતો.


હાલમાં જ પ્રિયંકા ચોપડાની ફિલ્મ પાની કો બેસ્ટ ફિલ્મ ઓન એન્વાયરોમેન્ટલ કન્ઝર્વેશન માટે નેશનલ એવોર્ડ મળ્યો. પ્રિયંકા ક્રિસ્મસ ના કારણથી અમેરિકામાં છે અને તેમણે તેમની આ ખુશી સોશિયલ મીડિયામાં શેર કરી છે. સાથે જ અફસોસ પણ છે કે તે તેને લેવા માટે ત્યાં મોજૂદ નથી.


પ્રિયંકાએ આ ઉપલબ્ધિ માટે પોતાની મમ્મી અને ફિલ્મ સાથે જોડાયેલા બધા જ લોકોને શુભકામના આપી અને આભાર જતાવ્યો. પ્રિયંકા ના મમ્મી એ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે.


પ્રિયંકાના કરિયરની જો વાત કરીએ તો આ વર્ષે તેમની ધ સ્કાય ઇઝ પિંક રિલીઝ થઈ. ફિલ્મ કમર્શિયલ ચાલી નહીં પરંતુ ક્રિટીકલ સફળ રહી. ફિલ્મમાં ફરહાન અખ્તર અને જાયરા વસીમ એ મુખ્ય કિરદાર નિભાવ્યો છે.


પ્રિયંકા આ સમયે વાઈટ ટાઈગર ની શૂટિંગ કરી રહી છે. જે અરવિંદ અડિગા ના આ નામથી આવેલા નોવેલ પર આધારિત છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ મેલ લીડમાં છે. આ નેટફ્લિક્સ ઓરીજનલ છે.


Post a comment

0 Comments