પોલીસકર્મી નો જીવ બચાવવા હજારો હિંસક ભીડ સામે આવ્યા આ સાત યુવાનો


\નાગરિક્તા સંશોધન કાયદા વિરૂદ્ધ દેશના મોટા ભાગના ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હિંસા દરમિયાન કર્ણાટકમાં મેંગલુરૂમાં 2 અવે લખનઉમાં 1 પ્રદર્શનકારીનું મોત થઇ ગયું. ગણી જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓમાં હિંસક અથડામણ પણ થઇ.

અમદાવાદાનાં શાહઆલમ વિસ્તારમાં પણ ઉપદ્રવિયોએ હિંસાનો સહારો લીધો, જેમા ડીસીપી, એસીપી, ગણા પોલીસ ઇન્સપેક્ટર સહિત 19 પોલીસવાળા ઘાયલ થઇ ગયા. એક પોલીસમેનને તો ઉપદ્રવીઓએ એકલો જોઇ ખુબ જ માર માર્યો. જોકે હિંસક ભીડમાં પણ કેટલાક એવા યુવાનો જોવા મળ્યા, જેમણે પોલીસવાલાઓને ઉપદ્રવીઓથી બચાવ્યા. ઇટ અને પથ્થરના વરસાદ વચ્ચે આ યુવાનો પોલીસના જવાનો માટે ઢાલ બની ગયા. ખાસ વાત તો એ છે કે, આ યુવાનો પણ સીએએનો વિરોધ કરી રહ્યા હતા.

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ગુરૂવારે હજારો ઉગ્ર પ્રદર્શનકારીઓએ ભીડ તાંડવ મચાવી રહી હતી. મોટી-મોટી ઇંટો અને પથ્થરો દ્વારા ભીડ પોલીસના જવાનો પર હુમલો કરી રહી હતી. ડીસીપી બિપિન રાવત, એસીપી રાજપાલ સિંહ રાણા સહિત 19 પોલીસ જવાનો ઘાયલ થયા. ઉપદ્રવીઓની ભીડ જાણે પોલીસ જવાનોનો જીવ લેવા આવી હોય તેમ તેમણે હિંસા કરી હતી.

ભીડથી બચવા માટે પોતાની બસમાં બેસવાનો પ્રયત્ન કરી રહેલ એક પોલિસકર્મી પડી ગયો તો ભીડ તેના પર પણ તૂટી પડી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. શાહઆલમ વિસ્તારમાં 7 યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી પોલીસકર્મીઓને બચાવવા માટે સામે આવ્યા. તેમની આ બહાદૂરીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને દરેક લોકો સોશિયલ મીડિયામાં આ 7 હિંદુસ્તાનીઓને સલામ કરી રહ્યા છે.

ભીડ દ્વારા હિંસાની શરૂઆત ત્યારે થઇ જ્યારે ‘ગુજરાત બંધ’ના આહ્વાન પર ગુરૂવારે હજારોની સંખ્યામાં લોકો શાહઆલમ વિસ્તારમાં રસ્તા પર ઉતરી આવ્યા. પ્રદર્શનકારી ધીરેધીરે ઉગ્ર થઇ રહ્યા હતાં. પોલીસે 30થી વધુ લોકોની ધરપકડ કરી. તેના પછી તો ભીડ બેકાબૂ થઇ ગઇ અને નારાજ ભીડએ પોલીસને ગાડીઓને થંભાવી અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો.

આ દરમિયાન 4 પોલસકર્મી એક ખૂણામાં ફસાઇ ગયા હતાં. સામે હિંસક ભીડ હતી અને પાછળ અને બાજૂમાં દિવાલ હતી. પોલીસકર્મીઓના બચવા માટે કોઇ રસ્તો ન હતો. ભીડ તરફથી તેમના તરફ ઇટ અને પથ્થરોનો વરસાદ થઇ રહ્યો હતો. એક પોલીસકર્મી તો પ્લાસ્ટિકની ખુરસીથી પોતાને બચાવી રહ્યો હતો અને તે ખુરસીમાં કાણું પણ પડી ગયુ હતું. દરમિયાન 7 યુવાનો ભીડમાંથી બહાર આવી આ પોલીસકર્મીઓના જીવ બચાવવા આગળ આવ્યા હતાં.

Post a comment

0 Comments