નારીયલ તેલ ના આઠ જાદુઈ નુસકા દૂર કરશે તમારી ત્વચાની બધી જ સમસ્યા અજમાવી જુઓ


ગોઠણ કે પગ હોય, હેર સ્પા કરવું હોય અથવા તો પેડીક્યોર, નારીયલ તેલ તમારી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. હોઠ થી લઈને પગ સુધી ની પ્રાકૃતિક સુંદરતાને મેળવવા માટે તેમનો વપરાશ કરીને તમે તેનો ફર્ક ખુદ સમજી શકો છો.

હંમેશા ઠંડીમાં આપણે નારીયલ તેલ જામી જવાના કારણે તેમનો વપરાય કરવાથી બચી છીએ. પરંતુ થોડીક એવી મહેનત થી તમે ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો. બ્યુટી એક્સપર્ટ કહે છે કે ત્વચાને કોમળ બનાવવા માટે નારિયેળ તેલ ફાયદાકારક હોય છે. ઘણા કોસ્મેટિક પ્રોડક્ટ માં પણ આ તેલનો વપરાશ કરવામાં આવ્યા છે. એટલા માટે તમે પણ નારિયેળ તેલ નો ઉપયોગ ખુદ કરીને સુંદર બની શકો છો.


ઠંડીના દિવસોમાં હોઠ ખૂબ જ સુકાઈ જતા હોય છે અને વારંવાર લિપ બામ લગાવી પડે છે. જો તમે પોતાના હોઠ ની નમી ને પાછી મેળવવા માંગતા હોય તો નારિયેળ તેલનો વપરાશ કરી શકો છો. તમે તમારા હોઠ ઉપર નારિયેળ તેલને થોડીક વાર સુધી માલિશ કરી શકો છો ત્યારબાદ પાણીથી ધોઈ લો. તેનાથી મૃત કોશિકાઓ નીકળી જશે સાફ કર્યા પછી નારિયેળ તેલ ને હોઠ ઉપર લિપ બામ ની જેમ લગાવી લો.

નારિયેળ તેલમાં નેચરલ એન્ટિ ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે. જે તમારા પગમાં ઇન્ફેક્શન અને ફંગસ ને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે નારિયેળ તેલ રોજે વપરાશ કરો છો તો તે તમારા પગને કોમળ તેમજ ફંગલ ઇન્ફેક્શનથી દૂર રાખે છે.

નારિયેળ તેલ થી તમે સ્પા નો આનંદ ઘરે જ લઇ શકો છો અને પોતાની ત્વચાને મુલાયમ બનાવી શકો છો. તેના માટે તમારે બેથી ત્રણ ચમચી ઓટસ લો અને તેમાં નાળિયેરનું તેલ મેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 30 સેકન્ડ માટે માઈક્રોવેવમાં ગરમ કરી લો..ત્યારબાદ મસલીન બેગ ની મદદથી આ પેસ્ટને આખા શરીરમાં મસાજ કરો આ પેસ્ટ તમારા શરીર નું પીએચ લેવલ ને સામાન્ય રાખે છે.


નારિયેળ તેલ તમારા દાંતને સફેદ કરશે. ફાટેલા હોઠ જેવી પરેશાનીઓ ને મુક્ત પણ કરશે. તેના માટે તમારે બે ચમચી નારિયેળ તેલ ગ્લાસમાં પાણીમાં મેળવીને કોગળા કરવાના રહેશે. લગભગ 15 મિનિટ સુધી કોગળા કર્યા પછી ગરમ પાણીથી મોઢું ધોઇ લો. ત્યારબાદ ટૂથપેસ્ટ થી દાંત સાફ કરી લો.

નારિયેળ તેલનો વપરાશ તમે પેડીક્યોર કરવા માટે પણ કરી શકો છો. તેને બનાવવા માટે અડધો ડબ્બો નારિયેળ તેલ ભરી લો તેમાં બે ચમચી મધ અને એક ચમચી ખાંડ નાંખીને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી ખાંડનું સારી રીતે મિક્સ થઈ જાય. પેડીક્યોર કરવા માટે એક ચમચી સ્ક્રબ ને પોતાના પગ ઉપર સારી રીતે લગાવો જેનાથી ત્વચાની મૃત કોશિકા નીકળી જાય. ત્યાર બાદ તમારે એક સોફ્ટ અને સિલ્કી સ્કિન આપશે અને તમારી ફાટેલી એડીઓ ને પણ મદદ કરશે.

નારિયેળ તેલ ને તમે ફ્રી શેમ્પૂ કન્ડિશનર ના રૂપમાં પણ વપરાશ કરી શકો છો. થોડું નારિયેળ પોતાના હાથમાં લો અને પોતાના વાળ માં સારી રીતે લગાવો. લગભગ અડધી કલાક સુધી લગાવીને છોડી દો ત્યારબાદ શેમ્પુ અને કંડિશનર હંમેશા ની જેમજ લગાવીને વાળને ધોઈ લો. તેનાથી તમારા વાળ ઘણાં જ સોફ્ટ થઈ જશે.


તમારા ગૂંચવાયેલા વાળને કાસકી ફેરવીને 1 ચમચી નારિયેળ તેલ લો અને તેને પોતાના વાળમાં લગાવો. આવું કરવાથી તમારા વાળો સુકાયેલા નહિ લાગે અને તેમાં ચમક આવશે. સાથે જ વાળ ખુશ્બુદાર થઇ જશે ત્યારે તમારા વાળ સંપૂર્ણ રીતે ઘુસવાઈ ગયા હોય તો પોતાની આંગળી ઉપર થોડું તેલ લગાવીને તેને વાળ ઉપર લગાવો. જો તમે સ્વિમિંગ પુલમાં અથવા તો બીચ ઉપર જઈ રહ્યા છો તો વાળમાં નારિયેળ તેલ લગાવવાનું ન ભૂલો. તેલ તડકા અને ખારા પાણીથી બચાવવામાં મદદ કરશે.

નારિયેળ તેલમાં ફેટી એસિડની માત્રા વધુ મળી રહે છે એટલા માટે તેમની માલિશ કરવાથી તમારા વાળો ના મૂળ સુધી પહોંચે છે. જે તમારા વાળ ખૂબ જ બદલાશે તો અઠવાડિયામાં ત્રણથી ચાર વાર નારિયેળ તેલનો વપરાશ કરી શકો છો. રાત્રે સુતા પહેલા પોતાના વાળમાં મૂળ થી લઇ ને અંત સુધી ચંપી કરતા રહો. વાળને સારી રીતે કાસકો મારી એક છોટી બનાવો અને આગળની સવારે રોજના શેમ્પુ અને કંડિશનર થી ધોઈ લો.

Post a comment

0 Comments