ખૂબ જ પરિશ્રમ કરવા છતાં પણ નથી મળતું ફળ, તો નાગરવેલ ના પાન થી કરો આ ઉપાય • જીવનમાં ખૂબ જ પરિશ્રમ પછી પણ જો વ્યક્તિને તેમની મહેનતનું સારું ફળ નથી મળતું તો તેમનું મન નિરાશ અને દુઃખને જન્મ આપે. એવામાં જો તમે નાગરવેલના પાંદડા દ્વારા થોડા એવા અસરકારક ઉપાય કરી લેશો તો નિશ્ચિત રૂપથી તમને તેમનો લાભ મળશે. આ ઉપાયો દ્વારા તમે ધનની ઉણપ સાથે સુખ શાંતિ નો અનુભવ પણ કરશો.
 • નાગરવેલના પાનમાં 7 અથવા તો 11 લવિંગ નાખીને રવિવારના દિવસે વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો આ ઉપાય નજર દોષ થી છુટકારો અપાવશે.

 • પારિવારિક સંબંધોમાં મધુરતા બની રહે એટલા માટે સૂર્યદેવને નાગરવેલના પાન અર્પણ કરવાથી ફાયદો મળે છે અને માંગલિક કાર્ય સંપૂર્ણ રૂપથી પુરા થાય છે.
 • સોમવારના દિવસે નાગરવેલના પાનને ગંગાજળમાં સાફ કરી અને તેમના ઉપર ચંદન થી ઓમ લખીને શિવલિંગ ઉપર અર્પણ કરો જેનાથી જરૂર ફાયદો મળશે.
 • હર મંગળવારના દિવસે નાગરવેલના પાનમાં બે લવિંગ નાખીને હનુમાનજીની અર્પણ કરવું જોઇએ તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

 • મંગળવાર ની સાંજ ના સમયે નાગરવેલના પાન ઉપર પતાસુ રાખીને હનુમાનજીના ચરણોમાં રાખવાથી આર્થિક સમસ્યામાંથી લાભ મળે છે.
 • મા દુર્ગા ને પણ નાગરવેલના પાનના અર્પણ કરવાથી લાભ મળે છે. દેવી દુર્ગાને નાગરવેલના પાન ચડાવ્યા પછી દુર્ગા સ્તુતિ અને ચાલીસાનોપાઠ જરૂર કરો.

 • નાગરવેલના પાન ગણેશજીની પૂજા માં અને તેમને પ્રસન્ન કરવામાં ઉપયોગી માનવામાં આવે છે. બુધવારના દિવસે ગણેશજી ને નાગરવેલના પાન ચઢાવવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.
 • નાગરવેલના પાન ઉપર સ્વસ્તિક બનાવીને ભગવાન વિષ્ણુની સમક્ષ જણાવો આ ઉપાય ને કરવાથી તમને ધન સંબંધી સમસ્યાઓ થી છુટકારો મળે છે.
 • શુક્રવારના દિવસે ઘરમાં વૈભવ લક્ષ્મીની પૂજા કરો અને તેમને નાગરવેલના પાન ઉપર ઈલાયચી રાખીને અર્પણ કરો જીવનમાં જલ્દીથી બદલાવ જોવા મળશે.

 • શનિવારે શનિ પૂજામાં નાગરવેલના પાનનો વપરાશકારો તેને શનિ મંદિરમાં જઈને શનિદેવની પ્રતિમાને ઉપર અર્પણ કરો જેનાથી શનિદોષથી મુક્તિ મળશે.

Post a comment

0 Comments