બાળકો તેમજ મોટા માટે આજે જ તમે બનાવી લો મુંબઈની સ્પેશ્યલ પાવભાજી નોંધી લો આ સરળ રીત


આપણા ઘરમાં બાળકો પાવભાજી ને ખુબ જ પસંદ કરે છે એટલા માટે બાળકો તેમજ મોટા માટે આજે જ તમે બનાવી લો મુંબઈની સ્પેશ્યલ પાવભાજી નોંધી લો આ સરળ રીત

ભાજી બનાવવાની સામગ્રી


 • બફેલા બટાકા ક્રશ કરેલા 250 ગ્રામ
 • કોબી લીલા વટાણા શિમલા મિર્ચ ઉપડેલી અને ક્રશ કરેલી બધું મેળવીને 250 ગ્રામ
 • ટામેટા ૪૦૦ ગ્રામ ઝીણું કાપેલું
 • પાવ ભાજી મસાલો 2 મોટી ચમચી
 • કાશ્મીરી લાલ મરચું પાવડર ૨ ચમચી
 • એક ચમચી હળદર પાઉડર
 • આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી
 • ગરમ મસાલો અડધી ચમચી
 • નમક સ્વાદાનુસાર
 • બટર બે મોટી ચમચી
 • તેલ
 • એક મોટા લીંબુનો રસ
 • બારીક કાપેલી ડુંગળી અને કાપેલા ધાણા સજાવટ માટે
 • પાવ બે પેકેટ

રીત


 • કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ડુંગળી આદુ-લસણની પેસ્ટ નાખીને ભૂની લો.
 • ત્યારબાદ તેમાં કપાયેલું ટમેટુ નાખીને સારી રીતે પકાવી લો
 • ટમેટૂ સારી રીતે પાકી જાય ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દો પછી મસાલાના  મિક્સ થયા પછી તેમાં બધી શાકભાજી અને નમક નાખીને સારી રીતે પકાવી લો.
 • કાશ્મીરી લાલ મરચું પાવડર થી કલર સારો આવે છે હવે તેમાં પાણી નાખીને થોડાક સમય સુધી તેને પાકવા દો.
 • ભાજી સારી રીતે પાકી જાય ત્યારબાદ ઉપરથી પાવ ભાજી મસાલો અને થોડો ચાટ મસાલો નાખો. તે આપણે ચટપટું બનાવવા માટે નાખીએ છીએ થોડો સમય સુધી એક ઉફાણ આવે ત્યાં સુધી પકાવવાનું છે.
 • ત્યારબાદ તેમાં એક લીંબૂનો રસ નાખીને ગેસ ને બંધ કરી દો. ઉપરથી થોડું બટર નાંખી દો. સ્વાદિષ્ટ ભાજી બનીને તૈયાર થઇ જશે.
 • પાવને બજારમાંથી લાવીને બટરમાં શેકી લો.
 • હવે મુંબઈની સ્વાદિષ્ટ પાવભાજી તૈયાર છે સજાવટ માટે કાપેલા લીલા ધાણા ના પાંદડા નાખો.

Post a comment

0 Comments