શિયાળા માં બનાવો ઉત્તર ભારતનો સ્વાદિષ્ટ મગ દાળ નો હલવો


મગ દાળ નો હલવો એક લોકપ્રિય ઉત્તરભારતીય મીઠાઈ છે. તેને વધુમાં ઠંડીમાં બનાવવામાં આવે છે. ઠંડી ની સાંજે જમ્યા પછી ગરમાગરમ મગ દાળ નો હલવો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો ચાલો જાણીએ આજે મગદાળના હલવા વિશે.


જરૂરી સામગ્રી


  • મગની ધોયેલી દાળ અડધો કપ (100 ગ્રામ)
  • માવો અડધો કપ (૧૨૫ ગ્રામ)
  • ખાંડ ત્રણ-ચાર કપ (૧૫૦ ગ્રામ)
  • ઘી અડધો કપ
  • ઈલાયચી 4 છોલીને પીસી
  • કિસમિસ એક ટેબલ સ્પૂન
  • કાજુ 20 થી 25
  • બદામ સાતથી આઠ
  • પિસ્તા દસથી બાર


બનાવવાની રીત

મગ દાળને ધોઈને બે થી ત્રણ કલાક માટે પાણીમાં પલાળીને રાખી દો. ત્રણ કલાક પછી દાળને ધોઈને પાણી થી કાઢી લો. આ દાળને મિક્સરમાં નાખીને વગર પાણીએ થોડું કણી દાર પીસીને તૈયાર કરી લો.


દાળ પીસાઈ જાય પછી પેન ગરમ કરી લો અને બેથી ત્રણ નાની ચમચી ઘી છોડીને બાકી નું ઘી પેન માં નાખી દો. ઘી ના પીંગળ્યા પછી પીસેલી દાળને તેમાં નાખી દો દાળને લગાતાર હલાવતા રહો.

દાળના દાળવડા થવા અને દાળથી થી અલગ થવા પર દાળને હલાવીને તૈયાર કરો. ત્યારબાદ ગેસ બંધ કરી દો આ દાળને આ રીતે થવામાં 15 મિનિટ લાગે છે. પેન ગરમ હોવાના કારણે દાળ પેનમાં લાગીને બળી ના જાય એટલા માટે દાળને થોડો સમય સુધી હલાવતા રહો.

માવાને થોડો ગરમ કરી લો. કડાઈ ગેસ ઉપર ગરમ કરો અને ઘી નાખીને પીગળી લો. પીગળેલા ઘી માં માવા ને હાથથી થોડો થોડો તોડીને નાખી દો. માવાને ધીમી અને મધ્યમ આચ ઉપર હળવા રંગ બદલે અને સુગંધ આવવા સુધી હલાવતા રહો. માવા ને સરખી રીતે ગરમ થયા બાદ ગેસ બંધ કરી દો. આ માવાને જે આપણે દાળ તૈયાર કરી છે તેમાં મિક્સ કરી દો.


કઢાઈને ફરી એકવાર ગેસ ઉપર રાખવો અને તેમાં ખાંડ નાખી દો. સાથે જ 1.5 કપ પાણી નાખી દો અને ગેસ સળગાવીને ખાંડ સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી ચાસણીને પાકવા દો. આ દરમિયાન ડ્રાયફ્રુટ અને કાપી લો બધા જ કાજુ ના ટુકડા કરી લો અને બદામ અને પીસ્તા અને પતલા લાંબા કાપી લો ઈલાયચી ને પીસીને પાવડર બનાવી લો.

ખાંડ સરખી રીતે મિક્સ થાય ત્યાં સુધી ચમચાથી હલાવતા રહો. ચાસણી બનીને તૈયાર છે. ચાસણીને દાળ અને માવાના મિશ્રણમાં નાંખી દો અને સરખી રીતે મિક્સ કરી લો તેને મધ્યમ આંચ પર હલવા જેમ લાગે ત્યાં સુધી લગાતાર તેમને પકવતા રહો. સાથે જ હલવામાં કાપેલા બદામ કાજુ તથા કિશમિશ નાખીને મિક્સ કરી લો.

હલવો જયારે ઘાટો થઈ જાય ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરી દો. હલવો બનીને તૈયાર છે ગેસ બંધ કરી લો અને હલવા ને એક પ્યાલામાં કાઢી લો. હલવા ઉપર ૧ ચમચી ઘી નાખી દો તો તેનાથી હલવો જોવામાં સારો તો લાગશે જ સાથે સ્વાદમાં પણ વધુ સારો લાગશે.

કાપેલા પિસ્તા અને બદામથી હલવાને ગાર્નિશ કરો. મગની દાળનો હલવો તૈયાર છે. મગની દાળના હલવાની ફ્રીજમાં રાખીને પુરા એક અઠવાડિયા સુધી ખાઈ શકાય છે.

Note:

મગની દાળ બરાબર જ ઘી નાખીને દાળ ને મિક્સ કરો જેનાથી વાસણમાં તળિયા ઉપર તે ચોંટતી નથી.

હલવા માં ખંડ તમે તમારા પસંદ અનુસાર ઓછી તથા વધુ કરી શકો છો.

હલવા માં ડ્રાયફ્રુટ તમે જે નાંખવા ઈચ્છો છો તે તમે નાખી શકો છો તેમાં તમે નારિયળ અથવા તો જે પસંદ છે તે ઉમેરી શકો છો.

આ હલવો ત્રણથી ચાર સભ્યો માટે પર્યાપ્ત છે.

Post a comment

0 Comments