શું તમને ખબર છે રૂમમાં મચ્છર ઓછા કરવાના આ છે સરળ ઉપાયો વિશે?


આમ તો તમે રૂમમાં મચ્છરો ઓછા કરવા માટે ઘણા પ્રકારના મશીનો તેમજ અલગ-અલગ ઉપાયો કરતા હશો પરંતુ શું તમને ખબર છે કે તે બધા જ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. તો ચાલો આજે આપણે મચ્છરો ઓછા કરવાના થોડાક ઘરેલુ નુસ્ખાઓ વિશે જાણીએ.


સરસોનું તેલ મા અજમા નો પાવડર મેળવીને રૂમના થોડા ઉંચાઇવાળા ભાગ ઉપર રાખી દો. તેનાથી મચ્છર પાસે પણ નહિ આવે.


રૂમમાં કપૂર સળગાવી દો અને 10 મિનિટ સુધી બારી તેમજ દરવાજા બંધ કરી દો. બધા જ મચ્છર ભાગી જશે.કોઈ કપડામાં કપૂર અને લવિંગ સાથે બાંધીને રાખો અથવા તો રૂમના કોઈ પણ જગ્યા ઉપર ટીંગાડી દો જેનાથી રૂમમાં મચ્છર નહીં આવે.


લસણની તેજ ગંધ થી મચ્છર દૂર રહે છે. લસણનો રસ શરીર ઉપર લગાવો અથવા તો તેને છાટી પણ શકો છો.


લવંડર ના ફૂલ ની સુગંધ ખૂબ જ અસરકારક હોય છે. જેનાથી મચ્છર ભાગી જાય છે. આ ઘરેલૂ ઉપાય માટે લવંડર ના તેલ ને રૂમમાં પ્રાકૃતિક ફેશન ના રૂપમાં છાંટી શકો છો.


લેમન બામ નો છોડ ફુદીના ની પ્રજાતિ થી સંબંધિત હોય છે. તેમની ગંધ ખૂબ જ તેજ હોય છે. પરંતુ પતંગિયા મધમાખી અને માણસ ને તેમની ખુશ્બુ પોતાની તરફ આકર્ષિત કરે છે. તમે તેને ઘરના તેવા ખૂણામાં તેને ઉગાડી શકો છો જ્યાં તમે ઈચ્છો છો કે મચ્છર ના આવી શકે. તેમના સિવાય મચ્છરોથી બચવા માટે તેમના પાંદડાને સ્કીન ઉપર પણ લગાવી શકો છો.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments