ગરમા ગરમ નાસ્તા નો સ્વાદ વધારવા માટે બનાવો આ લીલી ચટણી


 • ઠંડીની સિઝન ચાલી રહી છે જેમાં ઘણા ગરમ નાસ્તા બનાવવામાં આવે છે. કોઈપણ નાસ્તામાં સ્વાદ વધારવા માટે લીલી ચટણી કારગર સાબિત થતી હોય છે એટલા માટે આજે અમે તમને લીલી ચટણીની રેસિપી કહેવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે સ્વાદિષ્ટ લીલી ચટણી બનાવી શકો છો તો ચાલો જાણીએ આ લીલી ચટણીની સરળ રેસિપી વિશે.
 • જરૂરી સામગ્રી
 • જીરુ
 • લસણ
 • આદુ 
 • ધાણા 
 • લીલી મરચી 
 • મગફળીના દાણા 
 • નમક 
 • આમચૂર પાઉડર
 • બનાવવાની રીત
 • ગેસ ઉપર પેન ગરમ કરી અને મગફળીના દાણાને શેકી લો અને તેમની છાલ કાઢીને અલગ કરો. 
 • મિક્સર ના જારમાં લીલા ધાણા, 2 મરચી, લસણની કળી, કાચું જીરૂ, આદુ, આમચૂર પાઉડર, નમક સ્વાદાનુસાર નાખીને બારીક પીસી લો. 
 • જો તમે ઇચ્છો તો તેમાં ફુદીનાના પાંદડાં પણ સ્વાદ વધારવા માટે નાખી શકો છો.

Post a comment

0 Comments