લક્ષચંડી મહા યજ્ઞ માં ઉમિયા ના ધામ માં જુઓ પટેલ પાવર સાથે મેનેજમેન્ટ અને પરફેક્શન એવું કે જોઈ ને આંખો થઇ જશે પહોળી


ઊંઝામાં 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી મા ઉમિયાના ધામમાં લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ 800 વીઘા જમીનમાં થયો છે, જેમાં 25 વીઘમાં યજ્ઞશાળા, 67 વીઘામાં ભોજનશાળા, 25 વીઘામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, 25 વીઘમાં ક્રાફટ સ્ટોલ, 20 વીઘામાં ઓદ્યૌગિક સ્ટોલનું પ્રદર્શન, 18 વીઘમાં બાળનગરી તથા 305 વીઘામાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. માનવામાં આવે છે કે પાંચ દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞમાં રોજ ચારથી પાંચ લાખ લોકો આવશે. આ તમામની ભોજન વ્યવસ્થાથી માંડીને પાર્કિંગ વ્યવસ્થા તમામ સવલતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

17 લાખ નંગ લાડુ બન્યાભોજન માટે અન્નપૂર્ણા કમિટીની રચના કરવામાં આવી છે. 17 લાખ લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. જો ધારણા કરતાં વધુ લોકો આવે એટલે પ્રસાદ ના ખૂટે તે માટે બુંદી અને મોહનથાળની પણ તૈયારી કરવામાં આવી છે. પાંચ દિવસ રોજ 250 રસોઈયા દિવસ-રાત ભોજન બનાવશે. શાકભાજી પહેલેથી સમારીને તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રોટલી તથા ભાખરી માટે મશીનો છે.


50 હજાર સ્વંયસેવકો

એક અંદાજ પ્રમાણે પાંચ દિવસમાં 40 લાખ જેટલા લોકો આવવાના છે અને તે માટે 50 હજાર સ્વંયસેવકો હાજર રહેશે. આ આખા મહાયજ્ઞનું સફળ આયોજન કરવા માટે 40 જેટલી કમિટીની રચના કરવામાં આવે છે.

1. પ્લાનિંગ કમિટી
2. સ્વાગત કમિટી
3. યજ્ઞ સેવા કમિટી
4. પ્રચાર અને સમાજ સંગઠન કમિટી
5. અન્નપુર્ણા કમિટી


6. મહિલા સ્વંયસેવક કમિટી
7. સરકારી સંકલન કમિ
8. જમીન સંપાદન કમિટી
9. મંડપ ડેકોરેશન કમિટી
10. ટેક્નિકલ એન્ડ ટેન્ડર કમિટી


11. પ્રકાશન કમિટી
12. ઔદ્યોગિક વ્યાપાર મેળા કમિટી
13. સાંસ્કૃતિક કમિટી
14. પાર્કિંગ કમિટી
15. બંદોબસ્ત કમિટી


16. સફાઈ સેનિટેશન કમિટી
17. ઉતારા કમિટી
18. દર્શન વ્યવસ્થા કમિટી
19. સોશિયલ મીડિયા કમિટી
20. યજમાન નોંધણી કમિટી


21. ભોજનાલય કમિટી
22. ધાર્મિક-સાહિત્ય કમિટી
23. મીડિયા કમિટી
24. હૂંડી વિતરણ અને કલેક્શન કમિટી
25. મેડિકલ સેવા કમિટી


26. પ્રસાદ કમિટી
27. પાણી પૂરવઠા કમિટી
28. વીજ વ્યવસ્થા કમિટી
29. આમંત્રણ વિતરણ કમિટી
30. ચા-પાણી કમિટી


31. દાનભેટ ગોલખ કમિટી
32. સરભરા કમિટી
33. ફૂડ કોર્ટ સ્ટોલ કમિટી
34. માહિતી પૂછપરછ કમિટી
35. ગ્રામ્ય સ્વંયસેવક કમિટી


36. ગ્રામ્ય મહિલા સ્વંયસેવક કમિટી
37. હેલિકોપ્ટર કમિટી
38. મહિલા સ્વંયસેવક કમિટી
39. સોવેનિયર કમિટી
40. ધર્મસભા કમિટી


રસોડું ચોખ્ખું

આટલી મોટી સંખ્યામાં લોકો માટે ભોજન બનાવવાનું છે. આ રસોડું એકદમ વ્યવસ્થિત જોવા મળ્યું હતુ.


17 લાખ લાડવાનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે


મોટા પ્રમાણમાં શાકભાજી, તેલ તથા ઘીનો જથ્થો મગાવવામાં આવ્યો છે


રસોડામાં ઠેર ઠેર કચરાપેટી મૂકવામાં આવી છે, જેથી સહેજ પણ કચરો નીચે પડે નહીં


ચોખ્ખા ઘીમાંથી પ્રસાદ બનાવવામાં આવ્યો છે


Post a comment

0 Comments