શરીરમાં કાળો દોરો બાંધતા પહેલા જરૂરથી રાખો આ વાતોનું ધ્યાન


જ્યોતિષ માં કાળા ધાગા ના ઉપાય ખૂબ જ પ્રચલિત છે. કાળો દોરો શનિ ગ્રહ સાથે સંબંધિત છે. શનિ દોષથી બચવા માટે કાળા દોરો બાંધવા ની સલાહ આપવામાં આવે છે પરંતુ કાળો દોરો શરીરના કોઈપણ અંગ ઉપર બાંધતા પહેલા થોડી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

જ્યોતિષમાં કાળા ધાગા ના ઉપાય


જ્યોતિષ અનુસાર કુંડળીમાં અનુકૂળ ગ્રહોની દશા અથવા તો પ્રતિકૂળ ગ્રહોના દોષના નિવારણ માટે કાળો દોરાનો ઉપાય કરવો જોઈએ જેમ કે શનિવારના દિવસે કાળા દોરાને હનુમાનજી ના પગનુ સિંદૂર લગાવીને ગળામાં ધારણ કરવું જોઈએ તેમનાથી માણસને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.

ખરાબ નજરથી બચવા માટે કાળો દોરો

કાળો દોરો ખરાબ નજરથી બચાવે છે. ગ્રામીણ ભારતમાં આજપણ માતાઓ પોતાના બાળકોને ખરાબ નજરથી બચવા માટે કાળું તિલક લગાવે છે અથવા તો પોતાના બાળકોને હાથ તેમ જ પગમાં કાળો દોરો બાંધે છે. કાળો દોરો માણસને ખરાબ શક્તિઓથી બચાવે છે. કાળા દોરા ના પ્રભાવથી માણસને ખરાબ નજર પણ લાગતી નથી.

સૌથી પહેલાં કાળા દોરાને મંત્રોથી કરો સક્રિય


સૌથી પહેલાં કાળા દોરાને કોઈપણ ઉદ્દેશ્યથી બાંધી રહ્યા છો તે ખબર હોવી જોઈએ. તે જ સંબંધિત મંત્રોથી સક્રિય કરવું જોઈએ ત્યારબાદ જ કાળા દોરાને ધારણ કરવો જોઈએ. જેમ કે નીચે આપવામાં આવેલો રુદ્ર ગાયત્રી મંત્ર દ્વારા અને પ્રભાવ વધારે છે. કાળા દોરાને બાંધ્યા પછી આ મંત્રો જે પાઠ કરવો જોઈએ.

मंत्र -       ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि
                        तन्नो रुद्रः प्रचोदयात्॥

શુભ મુહૂર્તમાં કાળો દોરો

તેને શુભ મુહૂર્ત જેવા કે અભિજીત અથવા બ્રહ્મમુહૂર્ત માં પહેરવો જોઈએ। આ સંબંધમાં તમે કોઈપણ જ્યોતિષની મદદ પણ લઈ શકો છો. જે હાથ અથવા તો પગમાં કાળો દોરો બાંધેલો હોય તે હાથમાં કોઈ પણ અન્ય રંગનો દોરો બાંધવો નહીં કેમકે તે શુભ હોતું નથી. જો તમે શનિ ગ્રહની મજબૂતી માટે કાળો દોરો બાંધી રહ્યા છો તો તેને શનિવારના દિવસે બાંધવો સારું માનવામાં આવે છે.

નકારાત્મક શક્તિને નષ્ટ કરવા માટે કાળો દોરો

કાળો દોરો ફક્ત શરીરમાં જ ધારણ કરવામાં નથી આવતો. જો તમે તેને લીંબુની સાથે તમારા ઘરના દરવાજા ઉપર બાંધી દેશો તો તેનાથી ઘરમાં ખરાબ શક્તિનો પ્રવેશ થશે નહીં સાથે જ ઘરમાં વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

Post a comment

0 Comments