ખાવામાં કંઈક નવીન પસંદ છે તો આજેજ બનાવો જમરૂખ નું ખાટુંમીઠું શાક....


ઠંડી શરુ થતા ની સાથેજ જમરૂખ ની યાદ આવી જતી હોય છે. બધીજ જગ્યા એ જમરૂખ ઘણીજ સરળતા થી મળી રહેતા હોય છે. એટલા માટે અમે તમારા માટે જમરૂખ ની રેસિપી લઈને આવ્યા છીએ.

તમે પણ એકજ સ્વાદ ના શાક ખાઈને કંટાળી ગયા હશો. જો તમે પણ કંઈક નવીન ખાવાની ઈચ્છા રાખો છો તો આજેજ ઘરે બનાવી લો જમરૂખ નું શાક. ખુબજ માજા આવી જશે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ખુબજ માજા પડી જાય તેવી રેસિપી.


 • રેસિપી : ઇન્ડિયન
 • કેટલા લોકો માટે : 2 થી 4
 • સમય : 15 થી 30 મિનિટ
 • ટાઈપ : વેજ.

સામગ્રી

 • 250 ગ્રામ પાકેલા જામફળ,
 • બે મોટા ચમચા તેલ અથવા ઘી,
 • ચપટી હિંગ,
 • અડધી ચમચી રાઈ,
 • અડધી ચમચી લાલ મરચું,
 • ૧ નાની ચમચી ધાણાજીરું,
 • સ્વાદ પ્રમાણે નમક,
 • 1 મોટી ચમચી ગોળ,
 • અડધી ચમચી ગરમ મસાલો,
 • ગાર્નિશ માટે ધાણા
સૌવ પ્રથમ જમરૂખ નું શાક બનાવવા માટે પાકેલા જમરૂખ લઇ તેમાંથી બીજ કાઢીને નાના ટુકડા કરી લો.


જમરૂખ ના બીજ નીકળી જાય પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે ધીમે આંચ ઉપર રાખી દો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં હિંગ અને રાય નાખીને તડકો લગાવો.

હવે તેમાં કાપેલા જમરૂખ અને બીજો મસાલો નાખીને બે મિનીટ સુધી હલાવો.

હવે તેમાં ગોળ અને ગરમ મસાલો નાખીને બે મિનીટ સુધી બતાવો.

ગેસ બંધ કરીને શાકને એક બાઉલમાં ઉતારી લો અને તેની ઉપર ધાણા નાખીને ગાર્નિશ કરો.

જમરૂખ નો આ ખાટુ મીઠું શાક રોટલી, પરોઠા અથવા ભાત સાથે સર્વ કરી શકો છો. જો કે આનો સ્વાદ મેથીના પરાઠા સાથે વધારે સારો લાગે છે.

Post a comment

0 Comments