એક સમયે પાઉંભાજીના લેતા 25 પૈસા, આજે છે 58 Honest રેસ્ટોરન્ટના માલિક એક ગુજરાતી

  • ‘પાઉંભાજી’ શબ્દ સાંભળો એટલે નજર સામે તરત એક નામ તરી આવે. આ નામ કે બ્રાન્ડ એટલે 'Honest'. અમદાવાદના લૉ-ગાર્ડન પાસે એક નાની લારીથી થયેલી Honest ની શરૂઆત આજે અમેરિકા સહિત વિશ્વભરમાં 55 રેસ્ટોરન્ટની સંખ્યા સુધી પહોંચી છે. Honest ની ભવ્ય સફળતા પાછળ જો કોઈ વ્યક્તિની મહેનત કે ભેજું હોય તો તે છે વિજય ગુપ્તા. ઉત્તર પ્રદેશથી રોજીરોટી માટે ગુજરાત આવેલા પિતા રમેશ ગુપ્તાએ ભેળપુરીની લારી શરૂ કરી હતી. જેને કોલેજ ડ્રોપ-આઉટ પુત્ર વિજય ગુપ્તાએ આજે એક જાણીતી બ્રાન્ડ બનાવી દીધી છે.

  • વિજય ગુપ્તા જણાવે છે, ''અમારી સફળતાનું સૌથી પહેલું કારણ એ છે કે અમે સામાન્ય વર્ગને ધ્યાનમાં રાખીને ફૂડ બનાવીએ છીએ. ચોપાટી ફૂડ એ અમારી ઓળખ છે. અમે ક્લાસ પબ્લિક પર ક્યારેય ફોકસ કર્યું નથી. બીજું કારણ અમારી રેસ્ટોરન્ટ્સનો ટેસ્ટ છે. અમને અમારા ગ્રાહકો પાસેથી જ બિઝનેસના ગુણો શીખવા મળ્યા છે.''
  • રોજગારી માટે રમેશભાઇ ગુપ્તા ગુજરાત શિફ્ટ થયા હતા. યુપીના મથુરા પાસેના પચેરા ગામમાં રમેશભાઇનો પરિવાર ખેતી કરતો હતો. રમેશભાઇએ અમદાવાદમાં રતનપોળના નાકે ચેતન ભેળપૂરી નામથી લારી શરૂ કરી. ચટપટા ટેસ્ટના કારણે ટૂંક સમયમાં આજુબાજુના વિસ્તારમાં લોકોમાં તે જાણીતી બની.

  • ત્યાં નાસ્તો કરવા આવતા જૈન વેપારીઓ પાસેથી બિઝનેસના ગુણો શિખ્યા. રતનપોળથીનાના ધંધાને સિટીમાં લઇ જવાનો રમેશભાઇએ વિચાર કર્યો. 1972માં લો-ગાર્ડન પાસે લારી શરૂ કરી, ભેળની સાથે પાઉંભાજી બનાવવાનું શરૂ કર્યું. પારસી વેપારી પાસેથી સલાહ બાદ ધંધાનું નામ ચેતનમાંથી બદલીને ઓનેસ્ટ રાખ્યું.
  • લો-ગાર્ડન પાસે શરૂ કરેલી ઓનેસ્ટ પાઉંભાજી માટે ઘરે માલ તૈયાર કરતા હતા. રમેશભાઇ-પત્ની, 3 પુત્રો, બે કારીગર સહિત સાત લોકો લારી પર કામ કરતા હતા. લો-ગાર્ડન પરની ઓનેસ્ટ પાઉંભાજીએ ધીમે ધીમે શહેરના લોકોને સ્વાદનો ચસ્કો લગાવ્યો. લારીમાં તેલમાં 25 અને બટરમાં 65 પૈસામાં પાઉંભાજી વેચતા હતા અને દૈનિક 60 રૂપિયાનું કાઉન્ટર થતું હતું.

  • બીકોમ ફેલ સૌથી નાનો પુત્ર વિજય 1981માં ફુલ ટાઇમ પિતાના વ્યવસાયમાં જોડાયો. વિજયો બન્ને ભાઇઓ સાથે મળીને પિતાના વ્યવસાયને આગળ લઇ જવાનો વિચાર કર્યો. ધંધાના વિસ્તરણ માટે વિજયભાઇએ 1989માં લો-ગાર્ડન પાસે વ્હાઇટ હાઉસમાં બિલ્ડરની મદદથી દુકાન ખરીદી.
  • ઓનેસ્ટ જાણીતી બનતા દુકાન પર પ્રથમ દિવસથી જ લાઇનો લાગવા માંડી. પાઉંભાજી શોપમાં વિજય તેમજ બન્ને મોટા-ભાઇઓ કચરા-પોતાનું કામ કરતા હતા. સ્વાદના કારણે ઓનેસ્ટમાં શરૂઆતમાં જ 7થી 8 હજારનો વેપાર થવા લાગ્યો. બિઝનેસનો વ્યાપ કરવા 1994માં ત્રણેય ભાઇઓએ અલગ અલગ જવાબદારી સ્વીકારી.

  • ગ્રાહકોના પ્રતિસાદને કારણે વર્ષ 2000 સુધીમાં ઓનેસ્ટના પાંચ આઉટલેટ શરૂ થયા. અમદાવાદની બહાર સૌ પહેલા મહેસાણા અને ત્યાર બાદ લીમડીમાં ઓનેસ્ટ રેસ્ટોરન્ટ શરૂ કરી. અન્ય રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝીની માંગથી 2004માં ઓનેસ્ટ કંપની સ્થાપી. વર્ષ 2013માં માઉન્ટ આબુમાં ઓનેસ્ટ શરૂ કરીને ગુજરાતની બહાર બિઝનેસ ફેલાવ્યો.
  • 2016માં પટ્ટાયામાં આઉટલેટ શરૂ કરી ભારત બહાર બિઝનેસ ફેલાવવાની શરૂઆત કરી. વિદેશમાં સ્વાદ રસિકોનો આવકાર મળતા અમેરિકામાં પણ આઉટલેટ શરૂ કર્યું. હવે યુએસમાં 2, થાઇલેન્ડમાં યુએઇમાં 1-1 સહિત ભારતમાં ઓનેસ્ટ કંપનીની 58 રેસ્ટોરન્ટ છે.

  • હાઇ-વે, રેસ્ટોરન્ટ તેમજ 3 સ્ટાર હોટલમાં ઓનેસ્ટનો બિઝનેસ છે 2000થી વધુ લોકોને ઓનેસ્ટ કંપની રોજગારી આપે છે. ત્રણેય ભાઇઓ સહિત તેમના બાળકો મળીને બિઝનેસ વધારવા મહેનત કરે છે. વિજયભાઇ એક્સપેન્શન, મોટાભાઇ ક્વોલિટી અને અનિલભાઇ એચઆરની જવાબદારી સંભાળે છે.

Post a comment

0 Comments