નટખટ હનુમાનજીએ જ્યારે સૂર્ય દેવ ને મુખમાં રાખ્યા ત્યારે ત્રણે લોકમાં મચી ગયો હતો હાહાકાર


  • શ્રી રામભક્ત હનુમાનજીની વીરતા ની ગાથાઓ રામાયણમાં ખૂબ જ છે. હનુમાનજી નું બાલ્યકાળ પણ અનોખા પ્રકારના સાહસો અને શૌર્યગાથાઓથી ભરેલું છે. જોઈએ તો હનુમાનજી નું બાળપણ ના ઘણા રોચક કિસ્સાઓ છે પરંતુ આજે અમે જે કહાની કહેવા જઈ રહ્યા છીએ તેમનાથી તમને બાલ્ય કાળ હનુમાનજીના નટખટ ની પણ ઝલક મળી જશે.
  • એકવાર હનુમાનજી ની માતા અંજની બાળ હનુમાન ને સુવરાવી ને ક્યાંક બહાર ચાલ્યા ગયા હતા. થોડી જ વારમાં હનુમાનજી ને ખુબ જ ભુખ લાગી એટલામાં આકાશમાં સૂર્ય ભગવાન ઉગતા દેખાઈ ગયા. તેમને લાગ્યું કે તે કોઈ લાલ લાલ સુંદર મીઠું ફળ છે. બસ પછી શું? એક જ કલાકમાં તે સૂર્ય ભગવાન ની પાસે પહોંચ્યા અને તેમને પકડીને મોંની અંદર રાખી દીધા.
  • સૂર્ય ગ્રહણ નો દિવસ હતો. રાહુ સૂર્ય ગ્રહ માટે તેમની પાસે પહોંચી રહ્યા હતા. તેમને જોઈને હનુમાનજીએ વિચાર્યું કે આ કોઈ કાળું ફળ છે. એટલા માટે તેમની તરફ પણ આગળ ચાલ્યા. રાહુ કોઈપણ પ્રકારે ભાગીને દેવરાજ ઈન્દ્ર પાસે પહોંચ્યા. તેમના ધ્રુજતા સ્વરોમાં ઈન્દ્રદેવ ને કહ્યું ભગવાન આજે તમે કયા બીજા રાહુ સૂર્ય ગ્રહ માટે મોકલ્યા છે. આજે હું જો ભાગત નહીં તો તે મને પણ ખાઈ જાત.
  • રાહુ ની વાત સાંભળીને ભગવાન ઇન્દ્ર ને ખૂબ જ આશ્ચર્ય થયું. તે પોતાના સફેદ એરાવત હાથી ઉપર સવાર થઈને હાથમાં વ્રજ લઈને બહાર નીકળ્યા. તેમણે જોયું કે એક બાળક સૂર્યને પોતાના મુખમાં દબાવીને આકાશમાં રમી રહ્યો છે. હનુમાનજીને પણ સફેદ ઐરાવત ઉપર સવાર ઈન્દ્રને જોયા તેમને લાગ્યું કે આ પણ કોઈક રમવા લાયક સફેદ ફળ છે. તે ત્યાં પણ આગળ વધ્યાં આ જોઈને દેવરાજ ઇન્દ્ર ખૂબ જ ક્રોધિત થઇ ઉઠ્યા. પોતાની તરફ આગળ વધેલા હનુમાન જી થી પોતાના બચાવ તથા સૂર્ય ને છોડાવવા માટે હનુમાન જી ઉપર પ્રહાર કર્યો. તે પ્રહારથી હનુમાનજીનું મુખ ખુલી ગયું અને તે બેભાન થઈને પૃથ્વી ઉપર પડ્યા.
  • હનુમાનજી પડતાજ તેમના પિતા વાયુ દેવતા પણ ત્યાં પહોંચી ગયા. પોતાના બેભાન બાળક ને ઉઠાવીને તેમણે છાતીથી લગાવી દીધા. માતા અંજની પણ ત્યાં પહોંચ્યા. હનુમાનજીને બેભાન જોઈને તે રોવા લાગ્યા વાયુ દેવતા એ ક્રોધમાં આવીને ઉડવાનું બંધ કરી દીધું. હવાના ઊભા રહી જવાના કારણે ત્રણે લોકમાં બધા જ પ્રાણી વ્યાકુળ થઇ ઉઠ્યા. પશુ-પક્ષી બેભાન થઈને પડવા લાગ્યા. વૃક્ષ અને છોડ કરમાવા લાગ્યા. 
  • બ્રહ્માજી ઇન્દ્ર સહિત બધા જ દેવતાઓ ને લઈને વાયુ દેવતા પાસે પહોંચ્યા. તેમણે પોતાના હાથોથી અડીને હનુમાનજીને જીવિત કરતાં વાયુ દેવતા ને કહ્યું વાયુ દેવતા તમે તરત જ ઊડવાનું શરૂ કરો. વાયુ વગર અમે બધા જ લોકો ના પ્રાણ સંકટમાં પડી ગયા છે. જો તમે ઊડવાનું થોડું પણ મોડું કરશો તો ત્રણેય લોકોના પ્રાણી મૃત્યુના મુખમાં ચાલ્યા જશે. તમારા આ બાળક ને આજથી બધા જ દેવતાઓ તરફથી વરદાન પ્રાપ્ત થશે.
  • બ્રહ્માજીની વાત સાંભળીને બધા જ દેવતાઓએ કહ્યું આજથી આ બાળક પર કોઈ પણ પ્રકારનાં અસ્ત્ર શસ્ત્ર નો કોઈ પ્રભાવ પડશે નહીં. ઇન્દ્ર એ કહ્યું મારા વ્રજ નો પ્રભાવ પણ તેના ઉપર નહીં પડે. તેના વ્રજના પ્રહારથી તેમનું નામ હનુમાન થયું. બ્રહ્માજીએ કહ્યું વાયુદેવ તમારો આ પુત્ર બળ, બુદ્ધિ વિદ્યા માં સૌથી આગળ થશે. ત્રણે લોકમાં કોઈપણ વાતમાં તેમની બરાબરી કરવાવાળું કોઈ બીજું નહીં હોય. 
  • આ ભગવાન શ્રીરામનો સૌથી મોટો ભક્ત થશે. તેમનું ધ્યાન કરતાની સાથે જ તેમના બધા જ પ્રકારના દુઃખ દૂર થશે. તે મારા બ્રહ્માસ્ત્ર ના પ્રભાવ થી સર્વત્ર મુક્ત થશે. વરદાનથી પ્રસન્ન થઈ અને બ્રાહ્મણ જી તેમજ દેવતાઓની પ્રાર્થના સાંભળી વાયુદેવે ફરી પહેલાની જેમ જ ઊડવાનું શરૂ કરી દીધૂ. ત્રણે લોકોના પ્રાણીઓ પ્રસન્ન થઈ ઊઠ્યા.

Post a comment

0 Comments