બનાવો આજેજ હેલ્દી ગુલાબ બદામ ચીક્કી ની રેસિપી


ગુલાબ બદામ ની ચક્કી ઠંડી ના મોસમ માં ખુબજ મજેદાર લાગે છે. આમ તો તેને સાકાર ની ચાસણી થી બનાવામાં આવે છે, પરંતુ અમે તેને ગોળ થી બનાવી છે. જો તમે પણ બનાવવા માંગો છો તો વાંચો તેને બનાવવા ની રીત. • રેસિપી : ઇન્ડિયન
 • કેટલા લોકો માટે : 4-6
 • સમય : 15 થી 30 મિનિટ
 • ટાઈપ : વેજ


જરૂરી સામગ્રી


 • 2 ટેબલ સ્પૂન બટર/માખણ
 • 1 કપ ગોળ
 • 1/2 કપ બદામ, નાના ટુકડા માં કાપેલી
 • 1 કપ ગુલાબ ની પાંદડી
 • મોટી કડાઈ


રીત • ગુલાબ બદામ ટિક્કી બનાવવા માટે મીડીયમ આંચ પર કડાઈ માં બટર નાખીને રાખો.
 • જયારે બટર પીઘળવા લાગે તો તેમાં ગોળ અને નમક નાખીને ચલાવવતા સરખી રીતે મિક્ષ કરો.
 • જયારે તેમાં ઉફાણ આવી જાય તો તેને આંચ પર થી ઉતારી લો.
 • ત્યારબાદ તેમાં બારીક બદામ ના ટુકડા અને ગુલાબ ની પાંદડી નાખીને મિક્ષ કરો.
 • ઊંડા તળ વાળી પ્લેટ અથવા થાળી માં થોડું ઘી લગાવીને ચીક્કી ના મિશ્રણ ની નાખીને સારી રીતે ફેલાવી દો.
 • 8-10 મિનિટ ઠંડુ થયા બાદ ચાકુ થી કાપી લો.
 • તેને કાંચ ના વાસણ માં સ્ટોર કરીને રાખી પણ શકો છો.

Post a comment

0 Comments