હૈદરાબાદ રૅપ- મર્ડર કેસ / મહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસને લઇને સૌથી મોટી ખબર


હૈદરાબાદ દુષ્કર્મ કેસને લઈને હાલમાં જ સૌથી મોટા સમાચાર આવ્યા છે. દુષ્કર્મ કેસમાં સંડોવાયેલી તમામ 4 આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર તમામના પોલીસ ફાયરિંગમાં મોત થયા છે.

આ કારણે કરવામાં આવ્યું એન્કાઉન્ટર

ઉલ્લેખનીય છે કે પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈને ગઈ હતી. રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું. ધુમ્મસનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો તો તરત જ પોલીસે ફાયરિંગ કર્યું. ચારેય આરોપીઓના પોલીસ ફાયરિંગમાં મોત થયા હતા. નેશનલ હાઈવે 44 પાસે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર થયું.

જે હાઈવે પર થયું દુષ્કર્મ તે જ હાઈવે પર થયું આરોપીઓનું એન્કાઉન્ટર

હૈદરાબાદ ગેંગરેપ કેસમાં એનએચ44 પર 27 નવેમ્બરની રાતે લેડી ડોક્ટરનો ગેંગરેપ થયો હતો. તે જ હાઈવે પર તેલંગાણા પોલિસે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. હૈદરાબાદ પોલિસ ચારેય આરોપીઓના ઘટનાસ્થળે લઈ ગઈ ત્યારે ઘટનાનું રિક્રિએશન કરી શકાય. પરંતુ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતાં જ તેમનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.

આ રીતે બની હતી ઘટના

હૈદરાબાદની સરકારી હોસ્પિટલમાં વેટનરી મહિલા ડોક્ટર પર ગેંગરેપ બાદ તેની હત્યા કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, ગેંગરેપ અને મર્ડર પહેલાં આરોપીઓએ મહિલા ડોક્ટરને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ પીડિતાને ઘટનાસ્થળેથી ૨૭ કિલોમીટર દૂર લઈ જઈને પેટ્રોલ-ડીઝલ છાંટીને સળગાવી દીધી હતી. પોલીસના રિમાન્ડ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રક ચાલક અને ક્લિનરનું કામ કરતા ચારેય આરોપી મોહમ્મદ આરિફ, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવાએ મહિલાના સ્કૂટીમાં જાણી જોઈને પંચર પાડ્યું હતું. મહિલા ડોક્ટર ટોલ પ્લાઝા પર પોતાનું સ્કૂટી પાર્ક કરીને ટેક્સી ભાડે કરીને બહાર ગઈ હતી.

પોલીસ રિપોર્ટમાં કહેવાઈ હતી આ વાત

પોલીસ રિપોર્ટ પ્રમાણે ત્રણ કલાક પછી મહિલા ડોક્ટર પાછી આવી ત્યારે તેણે જોયું કે તેના સ્કૂટીમાં પંચર પડી ગયું હતું. આ દરમિયાન ચારેય આરોપીઓએ મહિલા ડોક્ટરને મદદ કરવાની વાત કરી હતી. આ દરમિયાન આરોપીઓએ જોયું કે મહિલા ડોક્ટર કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી. ત્યારબાદ ચારમાંથી ત્રણ આરોપીઓએ મહિલા ડોક્ટરને ખેંચીને ઝાડીઓમાં લઈ ગયા હતા. અહીં તેમણે પીડિતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. પોલીસ રિપોર્ટમાં જણાવાયું છે કે, ગેંગરેપ દરમિયાન મહિલા મદદ માટે સતત બૂમો પાડી રહી હતી. આથી મહિલાના અવાજને બંધ કરવા આરોપીઓએ તેને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. ગેંગરેપના કારણે મહિલા બેભાન થઈ ગઈ હતી. આરોપીઓને જ્યારે જાણ થઈ કે મહિલા ભાનમાં આવી રહી છે ત્યારે તેમણે તેનું ગળું દબાવીને મારી નાખી હતી.

Post a comment

0 Comments