આ રીતે બનાવો ગુજરાતી સ્પેશિયલ કઢી, સ્વાદ એવો કે બધા ખાતા રહી જશે


 • કઢી બધા જ લોકો ને જરૂર થી ભાવતી હોય છે એમાંજ જો ગુજરાતી લોકો ની કઢી નો સ્વાદ જ કંઈક અલગ હોય છે. આજે અમે તમારા માટે એવી જ કંઈક રેસિપી લઇ ને આવ્યા છીએ જે તમે ઘરે બનાવશો તો લોકો આંગળા ચાટતા રહી જશે. તો ચાલો આજે આપણે જાણીએ તેની સરળ રેસિપી.

 • સામગ્રી
 • બે મોટી ચમચી અથવા અડધી કટોરી ચણાનો લોટ
 • ૩ ચમચી ખાંડ
 • નમક સ્વાદાનુસાર
 • મરચું પાવડર અડધી ચમચી
 • તજ નો ટુકડો એક ઈચ
 • 300 ગ્રામ દહીં
 • સાડા ચાર કપ પાણી
 • ૩ ચમચી તેલ
 • ૧ ચમચી રાઈ
 • ચપટીભર હીંગ પાવડર
 • લીમડો 10 થી 15 પાંદડા
 • લાલ મરચી ૨ 
 • સજાવવા માટે લીલા ધાણા એક ચમચી બારીક કાપેલા
 • વિધિ
 • ગુજરાતી સ્પેશિયલ કઢી બનાવવા માટે સૌપ્રથમ ચણાના લોટમાં ખાંડ, નમક, લાલ મરચું પાવડર મિક્સ કરો હવે તેમાં દહીં મિક્સ કરો અને ત્યારબાદ પાણી ભેળવો.

 • એક કડાઈમાં તેલ ગરમ કરી અને રાઈ હિંગ લીમડાના પાંદડાં અને બે લાલ મરચી અને તજ નો ટુકડો નાંખીને સારી રીતે હલાવો.
 • ત્યાર બાદ તેમાં દહીં અને ચણાના લોટ વાળું મિશ્રણ નાખીને ગેસ ઉપર એક ઉફાણ આવવા દો.
 • ત્યાર બાદ આંચ ને ધીમે કરો અને ૧૫ થી ૨૦ મિનીટ સુધી પાકવા દો.
 • હવે તૈયાર છે તમારી ગુજરાતી કઢી સાથે ગરમાગરમ ગુજરાતી કઢી ભાત સાથે સર્વ કરો.

Post a comment

0 Comments