રેપ ના આરોપી ને સાઉદી આરબ થી જાતે પકડી ને લાવી IPS મરિન જોસેફ,બધા કરી રહ્યં છે સલામ


કેટલાક વર્ષો પહેલા જે IPS મરિન જોસેફ ને દેશ ની સૌથી સુંદર પોલિશ ઓફિસર કહેવામાં આવી હતી તે અત્યારે સૌથી બહાદુર પણ નીકળી છે. કેરળ ની IPS ઓફિસર મરિન જોસેફ ને ખબર પડી કે કોઈ બાળકી સાથે થયેલા રેપ ને પોલીસ અને ભારતીય એજન્સી નેનો કેસ સમજે છે ત્યારે તેણે જાતે આ કેસ હેન્ડલ કરવાનું નક્કી કર્યું. 


આજે પરિણામ એ છે કે 2 વર્ષ પહેલા બળાત્કાર કરી ને ભાગેલો આરોપી ને IPS એ સાઉદી આરબ માંથી પકડી લીધો છે. મામલો કેરળ ના કોલ્લમ નો છે. મરીન જોસેફ જયારે ત્યાંની પોલીસ કમિશ્નર બની તો તેને બાળકો સાથે થયેલા અપરાધ ની બધી ફાઈલો મંગાવી. ફાઈલ જાંચ માં એક એવી ફાઈલ સામે આવી જેમાં આરોપી હજુ પણ ફરાર હતો. 


તેમણે કેસ ની તપાસ કરાવી તો ખબર પડી કે કોલ્લમ ની એક 13 વર્ષીય બાળકી સાથે 2017 માં સુનિલ કુમાર ભાદરણ નામના એક વ્યક્તિએ રેપ કર્યો હતો. બાળકી એ આ વાત ની જાણકારી જયારે પરિવાર વાળા ને આપી ત્યારે પરિવારે પોલીસ માં કેસ કર્યો હતો. આ બધાની વચ્ચે બાળકી એ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાં બીજી બાજુ આરોપી નો ઇન્ટરપોલ ઇસ્યુ થયો હોવા છતાં પણ 2 વર્ષ સુધી પોલીસ તેને પાછો લાવવા માં અસમર્થ રહી હતી. 

આરોપી ને ફરાર થાયે 2 વર્ષ જેટલો સમય થઇ ચુક્યો હતો, પરંતુ પોલીસ આરોપી સુધી પહોંચી શકી ના હતી જેનું કારણ હતું પોલીસ તથા એજન્સી આને નેનો કેસ જણાવતા હતા. ત્યારબાદ જયારે આ વાત ની જાણ મેરિન જોસેફ ને થઇ ત્યારે તેને ખુદ મોર્ચો સાંભળ્યો અને ફરી વાર ઇન્ટરપોલ, ઇન્ડિયન એમ્બેસી, ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેશન શેલ જેવી એજન્સી નો ફરી વાર સંપર્ક કર્યો.


બાળકી ના આરોપી ને પકડવા માટે તેમણે દિવસ રાત એક કરી દીધા.આખરે તે જાતે સાઉદી આરબ પહોંચી ને આરોપી ને પોતાના દમ ઉપર પકડી ને ભારત પાછો લાવી. IPS મેરિન ને દેશ ને જણાવી દીધું કે બાળકી સાથે રેપ કોઈ નાની બાબત નથી અને નાનો કેસ નથી અને કોઈ એવું નક્કી નથી કરી શકતું કે કયોપ કેસ નાનો છે કે મોટો તે કોઈ પણ અપરાધી ને છોડશે નહિ.

Post a comment

0 Comments