દૂધવાળી ચા છોડીને પીવો ગ્રીન ટી વજન ઘટાડવા થી લઈને ઘણા રોગ અસરકારક છે. જાણો તેના ફાયદા


ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં પોલી ફિનોલ ની ભરપૂર માત્રા હોય છે. તે અસલમાં એન્ટીઓક્સિડેન્ટ તેમજ એન્ટી ફ્લેમેટરી હોય છે. જે ઘણાં પ્રકારની બીમારીઓ થી બચાવે છે. ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે તેની સાથે જ ડાયાબિટીઝ અને દિલની બીમારીઓ પણ દૂર કરે છે. ગ્રીન ટીમાં કેલેરીની માત્રા હોતી નથી અને તેના કારણે તે વજન ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે.


જો તમને કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોય તો તમે ગ્રીન ટીનું સેવન કરી શકો છો. ગ્રીન ટીના સેવનથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઓછું થાય છે. કોફીની જેમ જ તેમાં કેફીનની માત્રા ઓછી હોય છે. ડાયાબિટીસના રોગીઓ માટે ગ્રીન ટી લાભકારક હોય છે.


ડાયાબિટીસના મરીજો માટે પણ ગ્રીન ટી ફાયદાકારક હોય છે. ગ્રીન ટી માં ખાંડ ભેળવીને તેનો પ્રયોગ ચહેરાની મૃત કોશિકાઓ ને હટાવવા માટે ફેસ સ્ક્રબ ના રૂપમાં પણ કરી શકાય છે.


ગ્રીન ટી પીવાથી રોગ પ્રતિરોધક ક્ષમતાની મજબૂતી થાય છે. ગ્રીન ટીમાં એમીનો એસીડ તેમજ એન્જાઈમ, કાર્બોહાઈડ્રેડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ મેન્ગેનીઝ, લોહ અને તાંબા તેમજ બીજા ખનીજો ની માત્રા ની સાથે વિટામિન બી6 અને વિટામિન સી પણ હોય છે. ગ્રીન ટી પીવાથી મોઢું અને ગળાનો સંક્રમણ થતું નથી.

Post a comment

0 Comments