શું તમે જાણો છો ક્યારેક તમારો પણ ફોન ખોવાઈ જાય તો ફોન શોધવા માટે શુ કરવું જોઈએ? નહિ, તો વાંચો આ આર્ટિકલ


ખોવાયેલો ફોન શોધવા માટે શરુઆત મા આટલુ કરી શકો તમે… (આ પદ્ધતિ દ્વારા તમારો ફોન મળી શકે છે પણ ૧૦૦% મળી શકે છે એવુ ના માનશો.. કેમકે તેના માટે ઇન્ટરનેટ, GPS, ફોન ચાલુ હોવો વગેરે અમુક પરીબળૉ જરુરી છે)
 • સૌથી પહેલા તો તમારા ખોવાયેલા ફોન મા લોગિન કરેલુ GMAIL આઇડી કોઇ અન્ય મોબાઇલ કે કોમ્પ્યુટર માં લોગીન કરો.
 • ત્યારબાદ જે ફોન કે કોમ્પ્યુટર મા તમારુ જીમેઇલ આઇડી લોગિન કર્યુ હોય તેમા જ ગુગલ સર્ચ મા જઈને Find My Device ટાઇપ કરીને સર્ચ કરો… એટ્લે નિચે દર્શાવેલી સ્ક્રિન તમને દેખાશે.

 • ત્યારબાદ ફોટો મા નીચે જે Recover લખેલુ દેખાય છે ત્યા ક્લિક કરો.. ત્યારબાદ નીચે દર્શાવેલુ પેઇજ તમને દેખાશે.
 • તેમા સૌથી ઉપર RING લખેલુ દેખાય છે ત્યા ક્લિક કરવાથી તમારો ફોન આસપાસ મા ક્યાય હશે તો મેક્સિમમ વોલ્યુમ સાથે વગડશે, ભલે તે સાઇલન્ટ મોડ મા હોય તો પણ,
 • (હુ આ ફિચર નો ઉપયોગ ઘણીવાર ઘરે ફોન ક્યાય આડા-અવળો મુકાઇ ગયો હોય અને બીજો ફોન ના હોય ત્યારે કોમ્પ્યુટર થી મોબાઇલ શોધવા માટે પણ કરુ છુ, રિંગટોન વગડે એટ્લે એક્ઝેટ લોકેશન મળી જાય)
 • જો LOCATE ઉપર ક્લિક કરશો તો ફોન નુ GPS ચાલુ હશે તો એકઝેટ લોકેશન પણ તમને સ્ક્રિનમાં બતાવશે. કોઇ વેરાન જગ્યા પર તમારો ફોન પડ્યો હશે તો તમે આસાની થી શોધી શકશો.

 • નીચે અન્ય ઓપશ્ન છે જેનાથી તમે ખોવાઇલ ગયેલા ફોન મા નવો જ પાસવર્ડ સેટ કરી શકશો જે ફક્ત તમને ફોન મળ્યા બાદ જ અનલોક થઈ શકે.
 • તેની નીચે ના ખાના માં તમે કસ્ટમ મેસેજ પણ લખીને ફોન મળનાર ને દેખાય એ રીતે દર્શાવી શકો છો. દા.ત. "શુ તમે મને ૯૨૯૨૯૨૯૨૯૯ નંબર પર સંપર્ક કરીને આ ફોન પહોચાડી શકો છો?"
 • સૌથી છેલ્લે જ્યા તિરંગા ધ્વજ નુ નિશાન દેખાય છે ત્યા તમે એ નંબર એન્ટર કરી શકો જે નંબર પર ફોન મળનાર વ્યક્તિ તમને કોલ કરીને જણાવી શકે.
 • (ખોવાયેલો ફોન કોઇ પાછો ના આપે એ વસ્તુ ભુલી જાવ, ચોરાયેલો ફોન ૧૦૦% પાછો ના મળે પણ ખોવાયેલો ફોન પરત કરી દે એવા ઘણા લોકો છે જ એ પણ એક હકિકત છે)
 • ખોવાયેલા અથવા ચોરાયેલા ફોન ની પોલિસ ફરિયાદ લખાવવાથી પણ તે પાછો મેળવી શકો છો, પણ એના માટે દરેક પોલિસ સ્ટેશન ના અનુભવો સરખા નહિ જોવા મળે. અને તે મુદ્દા વિશે અહિ લખવું અસ્થાને છે. માટે વધુ ઉપયોગી મુદ્દો જે લાગ્યો તે ઉત્તર મા જણાવ્યો છે


Post a comment

0 Comments